Home /News /gujarat /

રાફેલ ડીલ માટે થયા હસ્તાક્ષર, ઇન્ડિયન એરફોર્સની તાકાત વધશે

રાફેલ ડીલ માટે થયા હસ્તાક્ષર, ઇન્ડિયન એરફોર્સની તાકાત વધશે

ભારત અને ફ્રાન્સ વચ્ચે બહુચર્ચિત રાફેલ ડીલ મામલે સમજુતી સધાઇ છે. 36 રાફેલ યુધ્ધ વિમાન વેચવા માટેના સોદા પર હસ્તાક્ષર કરવા ફ્રાન્સના રક્ષા મંત્રી જ્યાં યીવ્સ લી દ્રિયાન નવી દિલ્હી આવ્યા.

ભારત અને ફ્રાન્સ વચ્ચે બહુચર્ચિત રાફેલ ડીલ મામલે સમજુતી સધાઇ છે. 36 રાફેલ યુધ્ધ વિમાન વેચવા માટેના સોદા પર હસ્તાક્ષર કરવા ફ્રાન્સના રક્ષા મંત્રી જ્યાં યીવ્સ લી દ્રિયાન નવી દિલ્હી આવ્યા.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારત અને ફ્રાન્સ વચ્ચે બહુચર્ચિત રાફેલ ડીલ મામલે સમજુતી સધાઇ છે. 36 રાફેલ યુધ્ધ વિમાન વેચવા માટેના સોદા પર હસ્તાક્ષર કરવા ફ્રાન્સના રક્ષા મંત્રી જ્યાં યીવ્સ લી દ્રિયાન નવી દિલ્હી આવ્યા.

ભારત તરફથી આ સમજુતી કરાર પર કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકરે હસ્તાક્ષર કર્યા હતા. ભારતે 126 રાફેલ યુધ્ધ વિમાનો ખરીદવા માટે ચાર વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. પરંતુ વિમાનોની કિંમતને લઇને વિમાનની સંખ્યા ઓછી થઇ હતી. ભારત આ વિમાન અંદાજે 7.878 અરબ યુરોમાં ખરીદી રહી છે.

ત્રણ વર્ષમાં મળશે વિમાન

રાફેલ યુધ્ધ વિમાનો આગામી 36 માસમાં મળવાના શરૂ થઇ જશે. આ કરાર પર સમજુતી થયાની તારીખથી 66 મહિનામાં તમામ વિમાન આપી દેવાશે. રક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર આ યુધ્ધ વિમાનની ખરીદી અંગે યૂપીએ સરકારની અગાઉની કિંમતની સરખામણીએ અંદાજે 75 કરોડ યૂરો બચાવી શકાશે. જે કરારને મોદી સરકારે રદ કર્યો હતો.

રોજગારની તકો ખુલશે

આ ઉપરાંત આ કરારમાં 50 ટકા ઓફસેટની જોગવાઇ પણ રાખવામાં આવી છે. એનો મતલબ એ છે કે નાની મોટી ભારતીય કંપનીઓ માટે ઓછામાં ઓછા ત્રણ અરબ યૂરો વેપાર અને ઓફસેટ મારફતે અનેક રોજગારની તકો ખુલશે

વાયુસેનાની તાકાત વધશે

છેલ્લા 20 વર્ષમાં આ યુધ્ધ વિમાનોની ખરીદી માટેનો આ પહેલો સોદો હશે. જેમાં અત્યાધુનિક મિસાઇલથી સજ્જ છે. જેનાથી ભારતીય વાયુ સેનાને મજબૂતી મળશે. આ સોદો રાફેલ ફાઇટર પ્લેનનો સૌથી મોટો સોદો છે. આ અગાઉ મિસ્ર અને કતારને ગત વર્ષે 24-24 વિમાનોનો આર્ડર આપ્યો હતો.

રાફેલની આ છે ખાસિયતો

1.રાફેલ વિમાન પરમાણું મિસાઇલ ડિલીવર કરવામાં સક્ષમ છે, દરેક વિમાનમાં આ ખૂબી નથી હોતી

2.રાફેલમાં હથિયારોનો ઉપયોગ કરવાની જે ક્ષમતા છે એ દુનિયામાં સૌથી વધુ સુવિધાજનક છે.

3.રાફેલમાં બે પ્રકારની મિસાઇલ છે. જેમાં એકની રેન્જ દોઢસો કિલોમીટરની છે અને બીજાની 300 કિલોમીટરની છે.

4.અંત્યાધુનિક વિમાન ભારતના બે પ્રતિદ્વંદ્વી પડોશી દેશ પાકિસ્તાન અને ચીન પાસે પણ નથી.

5. રાફેલ વિમાન મિરાજ-2000નું એડવાન્સ વર્જન છે. ભારતીય વાયુસેના પાસે 51 મિરાજ 2000 છે અને એમને મિરાજ 2000-5માં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. એનાથી એની ક્ષમતા ઘણી વધવાની છે. આનાથી ભારતીય વાયુસેનાને વધુ તાકાત મળશે.

6.રાફેલ 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને તે 3700 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે.

7. રાફેલમાં 1*30mmની ગન લાગેલી છે જે એક વખતમાં 125 રાઉન્ડ છોડી શકે છે.

8.આમાં ઓપ્ટ્રોનિક સિક્યોર ફ્રંટલ ઇન્ફ્રા રેડ સર્ચ અને ટ્રેક સિસ્ટમ પણ છે.

9.આમાં વિંગ્સની લંબાઇ 10.8 મીટર અને ઉંચાઇ 5.34 મીટર છે. એનું ખાલી વજન 9500 કિલોગ્રામ છે અને ભરેલું વજન 14000 કિલોગ્રામ સુધી પહોંચે તો વાંધો નથી આવતો.
First published:

Tags: ફ્રાન્સ, ભારત, ભારતીય વાયુસેના

આગામી સમાચાર