Home /News /gujarat /

શિસ્ત-અનુશાસનને વરેલી BJPમાં કોંગ્રેસીઓના આગમન સાથે અનુશાસન ભંગની શરૂઆત!

શિસ્ત-અનુશાસનને વરેલી BJPમાં કોંગ્રેસીઓના આગમન સાથે અનુશાસન ભંગની શરૂઆત!

ભાજપ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના નેજા હેઠળ અલ્પેશ ઠાકોરે પોતાના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

ભાજપ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના નેજા હેઠળ અલ્પેશ ઠાકોરે પોતાના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

    મયુર માકડિયા, અમદાવાદ : શિસ્ત અને અનુશાસનને વરેલી ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોરના આગમનની સાથે જ પાર્ટીના આ મૂલ્યોનું નિકંદન નીકળી રહ્યું હોવાના બનાવો સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ ઉમેદવારો પોતાનો પ્રચાર કાર્યક્રમ હાથ ધરતા હોય છે. પરંતુ કોંગ્રેસનો હાથ છોડી રાધનપુરમાં કમળ ખીલવવા આવેલા અલ્પેશ ઠાકોરે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ મામલે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ટિકિટ કોને આપવી તેનો નિર્ણય પાર્ટીએ કરવાનો છે. હું રાધનપુરનો પૂર્વ ધારાસભ્ય હોવાથી આ વિસ્તારની મુલાકાત લેતો રહું છું.

    નોંધનીય છે કે રાજ્યમાં સાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે. ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારના નામ જાહેર નથી કર્યાં. સામાન્ય રીતે ભાજપમાં એવી પરંપરા રહેલી છે કે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે નામ જાહેર થયા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચાર શરૂ કરતા હોય છે. પરંતુ અલ્પેશ ઠાકોર પર ભાજપના આ અનુશાસન અને શિસ્તના કોઈ નિયમ લાગુ પડતા ન હોવાનું લાગી રહ્યું છે. કારણ કે તેમણે રાધનપુર મત વિસ્તાર અને સાથે જ સોશિયલ મીડિયા પર પોતાના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.



    ચૂંટણી પ્રચારની શરૂઆત

    ભાજપ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના નેજા હેઠળ અલ્પેશ ઠાકોરે પોતાના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. જે અંતર્ગત રાધનપુર વિધાનસભામાં રાજ્ય સરકારે કરેલા વિવિધ વિકાસ કામો માટે ફાળવવામાં આવેલી ગ્રાંટ અને કામોન પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તે સાથે જ રાધનપુર વિધાનસભા બેઠકના બૂથ મેનેજમેન્ટની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. એટલે કે કોંગ્રેસમાં જે રીતે અલ્પેશ ઠાકોર પ્રચાર કરી રહ્યા હતા તે જ રીતે ભાજપમાં પણ પ્રચાર કાર્યક્રમની શરૂવાત કરી દીધી છે.

    શું અલ્પેશ ઠાકોરને નિયમ નથી લાગૂ પડતા?

    અલ્પેશ ઠાકોરના પ્રચાર મામલે હવે ભાજપમાં પણ આંતરિક ચર્ચા ચાલી રહી છે કે ભાજપના કોઈ પણ નાનો કાર્યકર આ પ્રકારની ભૂલ કરે તો તેને શિસ્ત અને અનુશાસનના પાઠ ભણવામાં આવે છે. તેની સામે પગલાં પણ લેવામાં આવે છે, પરંતુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર ઠાકોર સમાજના મોટા નેતા હોવાથી તેમને આ નિયમો લાગુ નથી પડતા!

    ટિકિટ કોને આપવી એ પાર્ટી નક્કી કરશે : અલ્પેશ ઠાકોર

    આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, "હું રાધનપુર વિધાનસભાનો પૂર્વે ધારાસભ્ય છું. પ્રજાના પ્રશ્નોને લઈ હું રાધનપુર વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લેતો રહું છું. પ્રજા માટે જે વિકાસ કાર્યો થયા છે તેની પણ સમીક્ષા કરતો રહું છું. જ્યાં સુધી ટિકિટ અને ચૂંટણી પ્રચારની વાત છે તો તે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરે છે. પાર્ટી નક્કી કરે તેમ કરવાનું હોય છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bypoll, Radhanpur, અલ્પેશ ઠાકોર, ગુજરાત, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन