Home /News /gujarat /

PM પદવીદાન માટે આવ્યા ત્યારે અમને આતંકવાદીઓની જેમ કેમ ગોંધી રાખ્યા?

PM પદવીદાન માટે આવ્યા ત્યારે અમને આતંકવાદીઓની જેમ કેમ ગોંધી રાખ્યા?

ફાઇલ ફોટો

સંસ્થાને એવી બીક હતી કે PM મોદી આવશે ત્યારે આ વિદ્યાર્થીઓ દેખાવ કરશે

    ગાંધીનગર:  GFSU એટલે કે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનાં સમારંભમાં એનાયત કરવામાં આવેલી ડિગ્રીની કાયદેસરતા સામે સવાલા ઉઠાવતા કરવામં આવ્યા કે, પ્રદાનમંત્રી દ્વારા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવેલી ડિગ્રી પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ લખવાને બદલે ફેક્ટલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ ટેક્નોલોજી લખવામાં આવ્યું, ગુજરાત સરકારમાં ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર., સાયન્સ અને ટેક્નોલોજી નામનો એક વિભાગ જ અસ્તિત્વમાં ધરાવતો નથી. પરિણામે આ ડિગ્રીની કાયદેસરતા સામે જ ગંભીર પ્રશ્ન ઉઠી શકે છે.

    પ્રધાનમંત્રી ડિગ્રી એનાયત કરી પણ એડમિશન આપનારી સંસ્થા સિવાયની સંસ્થાના નામે ડિગ્રી એનાયત કરવામાં આવતા ડિગ્રીની કાયદેસરતા સામે પ્રશ્ન ઉભા થાય છે.

    ઇન્સિડન્ટ રિસ્પોન્સનો કોર્સ સરકારનાં નોટિફિકેશન કે ઠરાવમાં ઉમેરવામાં આવેલ નથી તેથી કેટલાંક હોદ્દાઓ માટે આ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ યોગ્ય ઠરતા નથી. તેમજ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનાં 4 વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભનાં દિવસે 12 કલાક સુધી પોલીસે ગોધી રાક્યા હોવા મુદ્દે તમામ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં તેમની કારકિર્દી પણ ખતમ કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

    તેમને એવી બીક હતી કે PM મોદી આવશે ત્યારે આ વિદ્યાર્થીઓ દેખાવ કરશે. અને તેથી જ ગાંધીનગર સેક્ટર 8ની પોલીસે ગત 23મી ઓગષ્ટનાં રોજ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનાં ચાર વિદ્યાર્થીઓને બાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોધી રાખ્યા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Protest

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन