Home /News /gujarat /

હાર્દિક ઉપવાસ મામલે HCમાં થયેલી જાહેર હિતની અરજી મીનિટોમાં જ ખેંચાઈ પરત

હાર્દિક ઉપવાસ મામલે HCમાં થયેલી જાહેર હિતની અરજી મીનિટોમાં જ ખેંચાઈ પરત

હાર્દિક પટેલ

હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

    14માં દિવસે તબિયત લથડતા હાર્દિક પટેલને હોસ્પિટલમાં ખસેડાયો છે. હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટમાંથી એક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેવામાં હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી પરંતુ થોડી જ વારમાં આ અરજીને પરત ખેંચી લેવામાં આવી હતી.

    ઉલ્લેખનિય છે કે, આ અરજીમાં તત્કાલ સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે, જેને અર્જન્ટ સર્ક્યુલેશન કોર્ટે પરવાનગી પણ આપી દીધી હતી. આ જાહેર હિતની અરજી હાર્દિકના ઉપવાસ અને તેની બગડતી તબિયત બાબતે કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવાની પણ બધી જ તૈયારી કરી લેવામાં આવી હતી પરંતુ અંત સમયમાં અરજી પરત ખેંચી લેવામાં આવી હતી, જેથી આને લઈને પણ હવે નવી અટકળો થવા લાગી છે.

    તે ઉપરાંત તમને જણાવી દઈએ કે, હાર્દિક પટલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તે પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. મુલાકાત દરમિયાન પાસના મનોજ પનારા પણ હાજર રહ્યા હતા.

    તે ઉપરાંત હાર્દિક પટેલના આંદોલનના 14મા દિવેસ પ્રથમ વખત એવું બન્યું કે, આંદલન છાવણીની અંદર પોલીસ પ્રવેશી હોય. ઝોન એકના DCP જયપાલસિંહ રાઠોડે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: ગુજરાત હાઇકોર્ટ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર