Home /News /gujarat /

નુપૂર શર્માના નિવેદનનો ગુજરાતમાં પણ પડધો: અમદાવાદમાં ભારે વિરોધ, મુસ્લીમ અગ્રણીઓની અટકાયત

નુપૂર શર્માના નિવેદનનો ગુજરાતમાં પણ પડધો: અમદાવાદમાં ભારે વિરોધ, મુસ્લીમ અગ્રણીઓની અટકાયત

જુહાપુરા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Ahmedabad News: 'હાજર મુસ્લિમ મહિલા અગ્રણીઓ સાથે પોલીસ સાથે તકરાર થતાં કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી.'

  અમદાવાદ : નુપૂર શર્માએ મહંમદ પયંગબર સાહેબ વિરુદ્ધ કરેલી ટીપ્પણી બાદ આખા દેશમાં મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આજે નુપૂર શર્માના નિવેદનના વિરોધમાં શહેરના જુહાપુરા વિસ્તારમાં પણ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયા મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતું. જેમાં પોલીસે તેમની પર લાઢીચાર્જ પણ કર્યો હતો. જેમાં 30 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. હાજર મુસ્લિમ મહિલા અગ્રણીઓ સાથે પોલીસ સાથે તકરાર થતાં કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી.

  ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  ઝોન 7, ડીસીપી, બી.યુ. જાડેજાના જણાવ્યા પ્રમાણે, ગઇકાલે એક ફેક મેસેજ વાયરલ થયો હતો. જેમાં જુહાપુરામાં રેલી કાઢવાની વાત હતી. જેના અનુસંધાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અહીં મહિલા અને બાળકો પણ આવે તેને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ કર્મીઓને પણ તહેનાત કરવામાં આવી હતી. આજે બાર વાગ્યા બાદ અહીં રેલી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ અટકાયત કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે.

  શનિવારે અંકલેશ્વરમાં થયો હતો વિરોધ

  શનિવારે અંકલેશ્વરમાં પણ અમુક સ્થળોએ એરેસ્ટ નુપૂર શર્માના લખાણો લખવામાં આવ્યાં હતા. અંકલેશ્વર ચૌટા નાકા, ત્રણ રસ્તા સર્કલ, પીરામણ નાકા સહિતના વિસ્તારોમાં 'નુપૂર શર્માને ગિરફતાર કરો'ના સ્લોગન સાથે તેના ફોટો પર બુટના નિશાન સાથેના સ્ટીકર બનાવી ચોંટાડવામાં આવ્યા હતા. તો ચૌટા નાકા પાસે જ્યાં ડીવાયએસપી કચેરી આવેલી છે. ત્યાં સ્ટીકર ઉપરાંત હાથથી અરેસ્ટ નૂપુર ચૌહાણનું લખાણ પણ લખવામાં આવ્યું હતું. નુપૂર શર્માના વિવાદને લઇ રાજયભરની પોલીસ તથા ગુપ્તચર વિભાગ એલર્ટ છે. ત્યારે અંકલેશ્વરમાં અસામાજીક તત્વોએ પોલીસને પણ ચકમો આપ્યો છે. આ વિવાદ અંકલેશ્વર સુધી પહોંચતા ભરૂચ જિલ્લામાં પોલીસ સક્રિય બની છે.

  આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાત આપનું નવું માળખું થયું જાહેર, જાણો કોને મળી કઇ જવાબદારી

  જુહાપુરા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


  ગુજરાતમાં એકતરફ નુપૂર શર્માના વિરુદ્ધમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તેના સમર્થનમાં પણ રેલીઓ થઇ રહી છે. અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ ખાતે નુપૂર શર્માના સમર્થકોએ તેમનાં સમર્થનમાં રેલી યોજાઇ હતી. પરંતુ પોલીસના સમજાવ્યા બાદ રેલી ન કાઢતા પોલીસે કોઈની પણ અટકાયત કે કોઇ સામે કાર્યવાહી કરી નહતી. અમદાવાદ સહિત વડોદરાના ગોરવા વિસ્તારમાં પમ ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતાં. 'નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ'ના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. નૂપુર શર્માના સમર્થનમાં આવેલા હિન્દુ સંગઠનોને પણ પોલીસે સમજાવ્યા હતા જે બાદ દેખાવો બંધ થયા હતા.


  નોંધનીય છે કે, હજરત મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરવા મામલે આસામ કોંગ્રેસે BJPના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદલની સામે FIR નોંધાવી છે. આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટિ સાથે જોડાયેલા બે નેતાઓએ જણાવ્યું કે, શુક્રવારે આ કેસ નોંધાવવામાં આવ્યો છે. હાલમાં હજરત મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણીને લઈને દેશના વિભિન્ન ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આસામ કોંગ્રેસ કમિટિએ ગુવાહાટીના ભાંગાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ FIR નોંધવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત, વિરોધ

  આગામી સમાચાર