કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોળી આગેવાન અને રાજકોટ જિલ્લાના જસદણના વર્તમાન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના પાયાના કાર્યકર એવા કુંવરજીભાઈએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેંસ પહેરી લીધો છે. ભાજપે બાવળિયાએ આવકાર્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે બાવળિયાને મંત્રીપદ આપવામાં આવી શકે છે. કુંવરજીભાઈએ પોતાની કારકિર્દીની પ્રથમ ચૂંટણી 1988માં ચોટણી ગ્રામ પંચાયતમાં જનડા સરપંચ તરીકે લડી હતી. 1990માં તેઓ એસ.ટી. નિગમમાં સરપંચ બન્યા હતા. તેઓ વિછીંયાની અજમેરા હાઈસ્કૂલ ખાતે શિક્ષક તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
કોણ છે કુંવરજીભાઈ બાવળિયા?
નામ: કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા જન્મ સ્થળ: જનડા જન્મ તારીખઃ 16-03-1955 અભ્યાસ: Bsc.Bed.(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) લગ્ન: 25.4.1980માં પારૂલબેન સાથે સંતાન: ભાવનાબેન,ભાવિશાબેન, મનીષાભાઈ
રાજકીય કારકિર્દી
- પ્રથમ ચૂંટણીઃ 1988માં ચોટણી ગ્રામ પંચાયતમાં જનડા સરપંચ તરીકે લડી.
- 1990માં ગુજરાત એસ.ટી.નિગમમાં ચેરમેન બન્યા હતા.
- પ્રથમ વિધાનસભાની ચૂંટણી 1990માં જનતા દળમાંથી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.
- 1995માં કોંગ્રેસમાંથી પ્રથમ વખત જસદણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.
- 2002માં જસદણમાંથી ફરીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા.
- 2007માં જસદણ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા.
- 2009માં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા.
- 2012માં બોટાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર 10 હજાર જેટલા મતથી હાર્યા.
- 2017માં તેઓ જસદણની બેઠક પરથી ફરીથી ચૂંટાઈ આવ્યા.
- 2016માં અખીલ ભારતી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.
- 2008માં ગુજરાત PACના ચેરમેન બન્યા.
- 2009માં ભારતીય મેમ્બર ઓફ કમિટિ ઓન રૂરલ ડેવલોપર્સના સભ્ય બન્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર