Home /News /gujarat /PM Modi Gujarat Tour: પીએમ મોદી આજથી ફરી ગુજરાતના મહેમાન બનશે, જાણો તેમના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ
PM Modi Gujarat Tour: પીએમ મોદી આજથી ફરી ગુજરાતના મહેમાન બનશે, જાણો તેમના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
PM Modi Gujarat tour: 18 મી એપ્રિલે સાંજે ગુજરાતના પનોતાપુત્ર PM નરેન્દ્ર મોદી (PM Modi In Ahmedabad) અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને સભાઓને સંબોધશે. તદઉપરાંત વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કરશે. આવતી કાલે પીએમ મોદી ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાત ના પ્રવાસે આવી રહ્યાં છે. 18 મી એપ્રિલે સાંજે ગુજરાતના પનોતા પુત્ર PM નરેન્દ્ર મોદી (PM Modi In Ahmedabad) અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને સભાઓને સંબોધશે. તદઉપરાંત વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કરશે. આવતી કાલે પીએમ મોદી ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન મોદી આજે તા. 18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પીએમ મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે રિયલટાઇમ ઓનલાઇન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રથમવાર રૂબરૂ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પીએમ મોદી આવતી કાલથી ગુજરાત પ્રવાસે છે તેને લઇ રાજ્યમાં અલગ-અલગ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ રહ્યું ત્રણ દિવસનું શિડ્યુલ
18 એપ્રિલ
- સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે - સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે - રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે