વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક18ને એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં યૂપી ચૂંટણી હોય કે દલિત અત્યાચારનો મુદ્દો, અર્થવ્યવસ્થાના સવાલ હોય કે કાશ્મીરની બબાલ, પીએમ મોદીએ ખુલ્લા મને પોતાના વિચાર રજુ કર્યા. નેટવર્ક 18 ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં પીએમ મોદીએ પોતાની જીંદગીના ન જાણેલી બાબતો પણ જણાવી. તેમણે કહ્યું કે તે કોનાથી પ્રેરણા લે છે અને એમને આટલું બધુ કામ કરવાની શક્તિ ક્યાંથી મળે છે. વાંચો ઇન્ટરવ્યૂમાં પુછાયેલા સવાલ અને એમના જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક18ને એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં યૂપી ચૂંટણી હોય કે દલિત અત્યાચારનો મુદ્દો, અર્થવ્યવસ્થાના સવાલ હોય કે કાશ્મીરની બબાલ, પીએમ મોદીએ ખુલ્લા મને પોતાના વિચાર રજુ કર્યા. નેટવર્ક 18 ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં પીએમ મોદીએ પોતાની જીંદગીના ન જાણેલી બાબતો પણ જણાવી. તેમણે કહ્યું કે તે કોનાથી પ્રેરણા લે છે અને એમને આટલું બધુ કામ કરવાની શક્તિ ક્યાંથી મળે છે. વાંચો ઇન્ટરવ્યૂમાં પુછાયેલા સવાલ અને એમના જવાબ
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક18ને એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં યૂપી ચૂંટણી હોય કે દલિત અત્યાચારનો મુદ્દો, અર્થવ્યવસ્થાના સવાલ હોય કે કાશ્મીરની બબાલ, પીએમ મોદીએ ખુલ્લા મને પોતાના વિચાર રજુ કર્યા. નેટવર્ક 18 ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં પીએમ મોદીએ પોતાની જીંદગીના ન જાણેલી બાબતો પણ જણાવી. તેમણે કહ્યું કે તે કોનાથી પ્રેરણા લે છે અને એમને આટલું બધુ કામ કરવાની શક્તિ ક્યાંથી મળે છે. વાંચો ઇન્ટરવ્યૂમાં પુછાયેલા સવાલ અને એમના જવાબ
રાહુલ જોશી: મારો પ્રથમ સવાલ સીધો અને સરળ છે. તમે બે વર્ષ પહેલા ભારે બહુમતથી આવ્યા, નિર્ણાયક બહુમતથી આવ્યા અને તમે વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બનવા સુધીના સફરને તમે કેવી રીતે જોવો છો? તમે સૌથી મોટી સફળતા કઇ માનો છો
નરેન્દ્ર મોદી: વડાપ્રધાનની જવાબદારી સંભાળ્યાને અંદાજે સવા બે વર્ષ થયા છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે અને આપણા દેશમાં જનતા સમયે સમયે સરકારોનું મૂલ્યાંકન કરે છે. મીડિયા પણ મૂલ્યાંકન કરે છે અને આજકાલ તો પ્રોફેશનલ સર્વે એજન્સીઓ પણ એનાલિસિસ કરે છે. હું એને સારૂ માનું છું અને એટલા માટે જ જનતા જનાર્દન પર છોડી દઉશું કે તે જ મૂલ્યાંકન કરે કે મારી સરકાર કેવી રહી?
પરંતુ હું એ જરૂર કહેવા ઇચ્છીશ કે જ્યારે પણ મારી સરકારનું તમે મૂલ્યાંકન કરો તો અમને દિલ્હી સરકારમાં આવ્યા પહેલાની સરકારના કેવા હાલ હતા, દેશમાં શું સ્થિતિ હતી, મીડિયામાં કેવી બાબતોની ચર્ચા થયા કરતી હતી? જો આ બાબતો પર એક નજર કરશો તો ધ્યાનમાં આવશે કે ભાઇ પહેલા અખબારો ભરેલા રહેતા હતા ભ્રષ્ટાચારની વાતોથી, પહેલા અખબાર ભરાયેલા રહેતા હતા નિરાશાઓની વાતોથી. અવારનવાર દરેક હિન્દુસ્તાના દિલોદિમાગથી નિરાશાનો સ્વર નીકળતો હતો. બધુ ડૂબી ગયું છે અને ગુજરાન ચલાવી લઇએ એવો ભાવ હતો.
કોઇ ભલે ગમે તેટલો સારો ડોક્ટર કેમ ના હોય પરંતુ દર્દી જો નિરાશ હોય તો દવાઓ એને ઉભો કરી શકતી નથી. અને જો દર્દીને વિશ્વાસ છે તો ડોક્ટર ભલે ઓછી ક્વોલિટીનો પણ કેમ ના હોય તો પણ તે સાજો થઇ જાય છે. હિંમત સાથે તે કેટલાક સપ્તાહમાં જ તે ચાલતો થઇ જાય છે અને એનું કારણ એના અંદરનો વિશ્વાસ છે.
સરકાર બન્યા બાદ મારો પહેલો પ્રયાસ એ રહ્યો છે કે નિરાશાના માહોલને ખતમ કરવામાં આવે. દેશમાં આશા અને વિશ્વાસ પેદા કરવામાં આવે અને આ બધુ માત્ર ભાષણોથી જ નથી થતું. પગલાં લેવા પડે છે. કરીને બતાવું પડે છે. અને આજે સવા બે વર્ષ બાદ હું એટલું તો જરૂરથી કહીશ કે ન માત્ર હિન્દુસ્તાનના લોકોના દિલમાં એક વિશ્વાસ પેદા થયો છે પરંતુ વિશ્વભરના લોકોમાં ભારતના લોકો પ્રતિ ભરોસો વધ્યો છે.
એક સમય હતો કે આપણને ડૂબતી નૈયાના રૂપમાં જોવામાં આવતા હતા. બ્રિક્સમાં બીઆરઆઇસીએસ (BRICS) છે જેમાં જે આઇ(i) છે તે આછો થઇ ગયો છે. આજે કહે છે કે ભાઇ બ્રાઇટ સ્પોટ જો કોઇ છે તો તે હિન્દુસ્તાન છે. તો હું સમજું છે કે પોતાનું મૂલ્યાંકન કરવાનો આ આસાન રસ્તો છે.