Home /News /gujarat /

એક તરફ કર્તવ્ય હતું તો બીજી તરફ કરુણા હતી : પીએમ મોદી

એક તરફ કર્તવ્ય હતું તો બીજી તરફ કરુણા હતી : પીએમ મોદી

એક તરફ કર્તવ્ય હતું તો બીજી તરફ કરુણા હતી : પીએમ મોદી

પીએમ મોદીએ સુરતમાં થયેલી કરુણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે હું આ ઘટનાને લઈને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં ખાનપુરમાં ભાજપ કાર્યાલયે જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ સુરતમાં થયેલી કરુણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે હું આ ઘટનાને લઈને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

    પીએમ મોદીએ કહ્યું હતું કે સુરતમાં જે કરુણ ઘટના બની હતી તેનાથી હું ઘણો પરેશાન હતો. આ ઘટના એવી છે જેને સાંભળીને ભલભલામાં હૈયા હચમચી જાય છે. ઇશ્વર મૃતકોના પરિવારોને આ ભયાનક આઘાત સહન કરવાની શક્તિ આપે. ઘણા પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા, તેમનો અરમાનો ખાખ થઈ ગયા. જેટલું પણ દુ-ખ વ્યક્ત કરવામાં આવે તે ઓછું છે.

    આ પણ વાંચો - આ ચૂંટણીમાં મેં પહેલી વાર આંકડો આપેલો કે અમે 300 પાર કરીશું : પીએમ મોદી

    સુરતમાં થયેલી કરુણ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કાલથી દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં સામેલ થવું જોઈએ કે નહીં. એક તરફ કર્તવ્ય હતું તો બીજી તરફ કરુણ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Surat fire incident, અમદાવાદ, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन