Home /News /gujarat /

PM મોદી માદરે વતનમાં આવ્યા, મંગળવારે નર્મદા નીરના કરશે વધામણા

PM મોદી માદરે વતનમાં આવ્યા, મંગળવારે નર્મદા નીરના કરશે વધામણા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા

પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. સવારે તેઓ પોતાની માતા હીરા બાના આશિર્વાદ લેવા જશે

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના તમામ નેતાઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.

  પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એરપોર્ટ રોડને રોશનીથી સજાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. સવારે તેઓ પોતાની માતા હીરા બાના આશિર્વાદ લેવા જશે. તમને જણાવી દઈએ કે, આવતીકાલ મંગળવારે પીએમ મોદીનો જન્મ દિવસ છે. અને આ દિવસે તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરશે.

  આવતી કાલે એટલે કે 17મી સપ્ટેમ્બરનાં રોજ સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની (Namami Devi Narmade) ઉજવણી કરીને નર્મદાનાં (Narmada) નીરનાં વધામણાં કરાશે. આ કાર્યક્રમમાં દેશનાં વડાપ્રધાન અને ગુજરાતનાં સપૂત નરેન્દ્ર મોદી આવવાનાં છે. તેમની હાજરીને કારણે તંત્ર સજ્જ થઇને ત્યાંની સુરક્ષા વ્યવસ્થામાં લાગી ગયા છે. મહત્વનું છે કે આવતી કાલે પીએમ મોદીનો 69મો જન્મદિન છે.

  પીએમની જાહેરસભામાં 10 હજાર લોકો આવવાની શક્યતા

  આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેર સભા સંબોધશે. જેના માટે 450x150 મીટરનો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાનાં અંદાજીત 10 હજારથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટરે ટીમો સાથે વિઝીટ કરી સાથે પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. ત્યારે સ્ટેચ્યુ પર આવનારા પ્રવસીઓને પણ જાહેર સભાનો લાભ મળી શકે છે. કેવડિયા ખાતે એકદમ ટૂંકી મુદતમાં પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનતા કેવડિયા સહીતનો વિસ્તાર SPG ના હવાલે કરી દેવામાં આવ્યો છે.ત્યારે નર્મદા બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત.પી.એમ નો રુટ પર SPG ફેલાઈ ગઈ છે. તમામ સ્થળો પર વોચ રાખવામાં આવ્યો છે. સુરક્ષા એકદમ કડક કરી દેવામાં આવી છે.

  નોંધનીય છે કે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનાં નેતૃત્વની ભાજપા સરકારના આવી તેની સાથે માત્ર 17 જ દિવસમાં નર્મદા બંધની ઊંચાઇ વધારવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ 2015માં 30 દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી 2017માં મળી હતી. જો કે છેલ્લા બે વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટી 138 મીટરને પાર થઇ છે. ત્યારે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીનાં જન્મદિને એટલે આવતીકાલે નર્મદા ડેમ 139ની સપાટી વટાવીને ઓવરફ્લો થશે.

  હાલ તમામ સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદા ડેમનો હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Arrives, Narmada dam, Sardar Sarovar, Tomorrow, અમદાવાદ, ડેમ, પીએમ મોદી જન્મદિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર