ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ.255 કરોડનો દારૂ પકડાયોઃ કોંગ્રેસ
ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ.255 કરોડનો દારૂ પકડાયોઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષી
ગાંધીનગરમાં મહિલાના ઘરમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશે જનતા રેડ કરી હતી. તેમના આ કાર્યવાહીના કારણે તેમની સામે ગુનો નોંધાયો છે. તો કોંગ્રેસે આ ઘટના ઉપર ગુજરાત સરકાર ઉપર કટાક્ષો કર્યા છે.
ગાંધીનગરમાં મહિલાના ઘરમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશે જનતા રેડ કરી હતી. તેમના આ કાર્યવાહીના કારણે તેમની સામે ગુનો નોંધાયો છે. તો કોંગ્રેસે આ ઘટના ઉપર ગુજરાત સરકાર ઉપર કટાક્ષો કર્યા છે. ગુજરાત સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સામાજિક ચળવળ ચલાવતા લોકો સામે પોલીસ કેસ કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
અલ્પેશ, હાર્દિક અને જિજ્ઞેશ મેવાણી સામે કેસ કરવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ કહ્યુ કે, જે લોકો દારૂનું ખુલ્લે આમ વેચાણ કરે છે. એવા અસામાજિક તત્વો સામે કેસ કરવાની જરૂર છે. સરકાર રાજ્યમાં દારૂ બંધી હોવાની અને તેનો ચુસ્ત પણે અમલ થવાની વાત કરે છે. જ્યારે સરકારના આંકડા જ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 255 કરોડનો દારૂ પકડાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી રોકટોક વગર વિદેશી દારુ ગુજરાતમાં ઠલવાય છે. સરકાર અને પોલીસ પોતાની આબરૂ બચાવવા ખોટા લોકોને ખોટી રીતે હેરાન કરે છે. તે બંધ થવું જોઇએ તેવી પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રવક્તા મનીષ દોશીએ આંકડા આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં 2010થી 2014 સુધીમાં 43.70 લાખ લીટર દેશી દારૂ પકડાયો છે. જ્યારે 2.42 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. જેની કિંમત 255 કરોડ રૂપિયાની છે. છેલ્લા દસ વર્ષમાં 600 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.