રાહતના સમાચાર, વડોદરામાં સગર્ભા મહિલાએ કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

News18 Gujarati
Updated: April 4, 2020, 6:15 PM IST
રાહતના સમાચાર, વડોદરામાં સગર્ભા મહિલાએ કોરોનાને હરાવ્યો,  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
વડોદરામાં સગર્ભા મહિલાએ કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આ સાથે 2 મહિલા અને 1 પુરુષ મળીને વડોદરામાં 3 દર્દી રોગમુક્ત થયા

  • Share this:
વડોદરા : વડોદરા માટે રાહતના સમાચાર છે કે કોરોના પોઝિટિવના ત્રણ દર્દીઓ સારવાર બાદ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા વધુ એક મહિલા દર્દી નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવેલી સારવારના પગલે સંપૂર્ણ સાજા થઈ જતાં સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે 2 મહિલા અને 1 પુરુષ મળીને વડોદરામાં 3 દર્દી રોગમુક્ત થયા છે.

27 વર્ષની ઉંમરના આ મહિલા દર્દી 21મી માર્ચના રોજ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા હતા અને 22મીના રોજ એમનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. આઇસોલેશન વોર્ડમાં તેમની નિર્ધારિત મેડિકલ ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવેલી સારવાર કારગર નીવડી છે.

આ પણ વાંચો - અમદાવાદ : આ રસોડામાંથી રોજ 60,000 લોકો સુધી પહોંચે છે વેજીટેબલ ખીચડીનું ભોજન

આ મહિલા સગર્ભા હોવાથી આકસ્મિક સંજોગોમાં કોઈ જરૂરિયાત ઉદભવે તે વાતને ધ્યાનમાં રાખીને તેમના વોર્ડની નજીક પ્રસૂતિની તમામ તબીબી સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ મહિલા સાથે 9 પોઝિટિવમાંથી 3 દર્દી સંપૂર્ણ સાજા થયા છે. એકનું અવસાન થયું છે અને 5 સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - પોતાના મિત્ર પાકિસ્તાનને ચીને દગો આપ્યો, અંડરવિયરમાંથી બનેલા માસ્ક મોકલી દીધા

દવાખાનામાંથી રજા આપતાં પહેલા એમનો રી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતા તમામ નિર્ધારિત પ્રોટોકોલ અનુસરી એમને રજા આપવામાં આવી છે. હવે તેઓ નિરીક્ષણ હેઠળ 14 દિવસ હોમ કવોરેન્ટાઇનમાં રખાશે.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading