પ્રવિણ તોગડીયાએ ક્રાઈ બ્રાંચ સામે બાંયો ચઢાવી લીધી છે. આજે તોગડીયાએ ક્રાઈ બ્રાંચને કાયદેસરની નોટિસ ફટકારી જવાબ આપવાની માંગ કરી છે.
પ્રવિણ તોગડીયાએ ક્રાઈમ બ્રાંચને નોટિસ ફટકારી પ્રશ્ન કર્યો છે કે, મારી પુછતાછ માટે ઘનશ્યામભાઈના ઘરે કયા અધિકારીઓ ગયા હતા, આ અધિકારીઓ કોના હુકમથી મારી પુછતાછ માટે ગયા હતા. તેમણે કહ્યું કે, તે દિવસના મને સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવે.