Home /News /gujarat /મોદી-શાહના ઈશારે તોગડિયા વિરુદ્ધ રચાઈ રહ્યું છે ષડયંત્ર: હાર્દિક પટેલ

મોદી-શાહના ઈશારે તોગડિયા વિરુદ્ધ રચાઈ રહ્યું છે ષડયંત્ર: હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે તોગડીયાના નિવેદનને સમર્થન આપ્યું...

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે તોગડીયાના નિવેદનને સમર્થન આપ્યું...

    વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે તોગડીયાના નિવેદનને સમર્થન આપ્યું છે. મંગળવારે તોગડિયાને મળવા હોસ્પિટલ પહોંચેલ હાર્દિક પટેલે કહ્યું કે, "પ્રવિણ તોગડીયા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ ષડયંત્ર પીએમ મોદી અમિત શાહના ઈશારે રચાઈ રહ્યું છે."

    ઉલ્લેખનીય છે કે, પ્રવિણ તોગડીયા સોમવારે બપોર બાદ ગુમ થયા હતા, અને રાત્રે તેઓ હોસ્પિલમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલે સોમવારે પણ કેન્દ્ર સરકારને નિશાને લઈ ટ્વીટ કર્યું હતું.




    Published by:kiran mehta
    First published:

    Tags: Paas, Praveen Togadia, VHP, ગુજરાત, નરેન્દ્ર મોદી, ભાજપ, હાર્દિક પટેલ

    विज्ञापन
    विज्ञापन