Home /News /gujarat /કોઈએ ન કરી ફિકર, ઉપવાસ છોડ્યા, તોગડીયા હવે વિમાસણમાં

કોઈએ ન કરી ફિકર, ઉપવાસ છોડ્યા, તોગડીયા હવે વિમાસણમાં

    સતત ત્રણ દાયકા સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં વહિવટનો ઝંડો લહેરાવનાર પ્રવિણ તોગડીયા હવે વિસામણમાં મુકાયા છે. કારણકે વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણી હાર્યા બાદ હવેના દિવસો તોગડિયા માટે વર્ચસ્વની લડાઇ લઇને આવ્યા છે. તોગડિયાએ વીએચપી છોડ્યા બાદ આમરણાંત ઉપવાસ તો કર્યા, પરંતુ દમ એટલો દમદાર ન રહ્યો. આખરે પારણા કરીને તેઓ કોરાણે મુકાઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

    હિન્દુ હ્રદય સમ્રાટ પ્રવિણ તોગડિયા હવે સત્તાકિય વમણમાં ફસાયા છે. વિશ્વ હિન્દુપરિષદની ચૂંટણીમાં પ્રવિણ તોગડિયાની પેનલની કારમી હાર થઇ, અને ત્યાર બાદ તોગડીયાએ છેલ્લા ૩૩ વર્ષમાં ન જોઇ હોય તેવી સ્થિતિ ઉભી થઇ. એક સમયે તોગડીયાને વીએચપીએ જ હિન્દુ હ્રદય સમ્રાટ બનાવ્યા, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદની કમાન હાથમાંથી ગયા બાદ આખરે પોતીકાઓનાં હ્રદયમાંથી પણ ઊતરી ગયાં. તોગડિયાએ પોતાની સત્તાકીય નાવને ડૂબતી જોઇને અચાનક હિન્દુ અને રામ મંદિરનો મુદ્દો યાદ આવ્યો, અને 17મીથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. હવે નબળુ સમર્થન મળતાં ઉપવાસી છાવણીમાં સવારથી ચર્ચા હતી કે બધું ગોઠવાઈ ગયું છે. સાધુઓ તેમને વિનંતી કરશે અને બપોરે તોગડીયા આમરણાંત ઉપવાસનો અંત લાવી દેશે. બધું ચર્ચા મુજબ જ થયું.

    તોગડિયા ભલે હિન્દુ રાગ આલાપતા હોય. પરંતુ છેલ્લા એક દોઢ દાયકામાં ઉભી થયેલી પરિસ્થિતિ તોગડિયા સામે જ આકરા સવાલો ઉભા કરી રહી છે. સંઘે તો તેમનો હાથ છોડી જ દીધો હતો, પણ તોગડિયાના ઉપવાસનો તેમના જ પૂર્વ સહયોગી ડોક્ટર અતુલ વૈદ્યે વિરોધ કર્યો. અતુલ વૈધે તોગડિયાને ફુટેલી બંદૂક કહી દિધા.

    ધોતીયાકાંડ અને રાજસ્થાનમાં થયેલા જૂના કેસ અચાનક સામે આવ્યા બાદ તોગડિયાની મુશ્કેલી વધી હતી. તોગડિયાએ ગૂમ થવાનું તરકટ પણ રચ્યું હતું. તોગડિયાએ ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે બેફામ નિવેદનો આપ્યા, અને સ્થિતિ એવી ઉભી થઇ કે 54 વર્ષ બાદ ચૂંટણી યોજવી પડી. વીએચપીમાંથી થયેલી બાદબાકીએ તોગડિયાના એકાધિકારને તો ઠેસ પહોંચાડી જ છે. જોવા જેવી થશે કહેનારા તોગડિયાને કોઈ જોવા પણ ના આવ્યું ત્યારે ઊપવાસ કરીને વેળાસર ઉપવાસ છોડવામાં જ સાર લાગ્યો એટલે થયાં પારણાં. ઊપવાસનું કંઇ પરિણામ આવ્યું કે નહિં તે મુદ્દે તોગડિયા જવાબ આપવાથી પણ બચતા રહ્યાં. પોતાના અસ્તિત્વની લડાઇનાં તમામ ઘટનાક્રમ વચ્ચે તોગડિયાની તંગડી તો ઉંચીને ઉંચી જ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Issue, Praveen Togadia, VHP, ઉપવાસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन