અમદાવાદઃ'આપ'એ અમદાવાદમાં પીએમ મોદી તથા અમિત શાહની વિરુદ્ઘમાં પોસ્ટર લગાવ્યા છે.OROP મુદ્દે સરકારના વલણની ટીકા કરતા પોસ્ટરો લગાવાયા છે.પોસ્ટરમાં અમિત શાહને જનરલ ડાયર ગણાવ્યા છે. તેમજ મોદીને સેનાની પીઠમાં ખંજર ભોકનાર કહેવાયા છે.
અમદાવાદના ઇનકમ ટેક્સ અંડરબ્રિજ પર આમ આદમી પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિરોધ કરતા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં નરેન્દ્ર મોદીને ટારગેટ કરી લખાયું છે કે OROPના નામે સેનાની પીઠ પર ખંજર ભોંક્યો છે અને ઇજાગ્રસ્ત જવાનોનું ડીસેબીલીટી પેન્શન અડધું કર્યું છે. સાથે જ સરકારી બાબુઓથી પણ સેનાનું પદ ઘટાડી અપમાન કર્યું છે.પોસ્ટરમાં અમિત શાહને 'જનરલ ડાયર' ગણાવવામાં આવ્યા છે.
પોસ્ટરમાં આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના વખાણ કરવામાં આવ્યા છે. તેમને ભારતના સૌપ્રથમ મુખ્યમંત્રી ગણાવવામાં આવ્યા છે, જેમણે શહીદ જવાનોને એક કરોડ રૂપિયા આપ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર