Home /News /gujarat /

હવે ઔધોગિક એકમો માટે પ્રદૂષણ વગરના હાઈડ્રોજનનું ઉત્પાદન કરાશે, 35 મિલિયન યુરોના મૂડીરોકાણની યોજનાને મંજૂરી

હવે ઔધોગિક એકમો માટે પ્રદૂષણ વગરના હાઈડ્રોજનનું ઉત્પાદન કરાશે, 35 મિલિયન યુરોના મૂડીરોકાણની યોજનાને મંજૂરી

પ્રોસેસ એન્જીનિયરીંગમાં 30 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવતા ઈન્ડ્રોજીના ટીમે ડિઝાઈન કરેલી કનવર્ટર પાયરોલિસીસ મારફતે પ્રદૂષણ વગરના હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે.

Ahmedabad News: આ સંદર્ભમાં ઈન્ડ્રોજીના નામની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવામાં આવી છે. જે અલ્ટ્રા-ક્લિન હાઈડ્રોજનના ઉત્પાદન માટેના પાયરોલિટીક કન્વર્ટરના ઔદ્યોગિક ઉત્પાદન અને વિકાસ માટે સમર્પિત છે.

ભારતની દિગ્ગજ કંપની MEILના હિસ્સારૂપ પ્યુચેન્ઝા સ્થિત, ઓઈલ અને ગેસ ક્ષેત્રની કંપની ડ્રીલમેકના બોર્ડ ઓફ ડિરેકટર્સે એનર્જી સંક્રમણ માં 35 મિલિયન યુરોના મૂડીરોકાણની યોજનાને મંજૂરી આપી છે, જેમાં ઈલેક્ટ્રોલિસીસ, પાયરોલિસીસ જેવી ઉપલબ્ધ અત્યંત આધુનિક ટેકનોલોજી દ્વારા ઉપયોગ કરીને હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે. આ સંદર્ભમાં ઈન્ડ્રોજીના નામની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવામાં આવી છે. જે અલ્ટ્રા-ક્લિન હાઈડ્રોજનના ઉત્પાદન માટેના પાયરોલિટીક કન્વર્ટરના ઔદ્યોગિક ઉત્પાદન અને વિકાસ માટે સમર્પિત છે.

પ્રોસેસ એન્જીનિયરીંગમાં 30 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવતા ઈન્ડ્રોજીના ટીમે ડિઝાઈન કરેલી કનવર્ટર પાયરોલિસીસ મારફતે પ્રદૂષણ વગરના હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે. પરંપરાગત ઉર્જામાંથી રિન્યુએબલ ઉર્જા તરફ જવા માટેનો આ પ્રયાસ લોકોની સલામતિની સાથે સાથે પર્યાવરણ સુરક્ષા અને પોસાય તેવા દરે બળતણની ઉપલબ્ધિ તરફનું નિર્ણાયક કદમ બની રહેશે. ડ્રીલમેક એસપીએના સીઈઓ સાયમન ટ્રેવિસાની જણાવે છે કે, “અમે અમારા દેશમાં ઈતિહાસ સાથે સુસંગત એવી આ નવી પહેલ અંગે જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. નવતર પ્રકારની આ પહેલ મારફતે જવાબદાર તથા સલામત ટેકનોલોજી વડે હાઈડ્રોજનનુ ઉત્પાદન કરાશે અને તે દ્વારા ઉર્જા અંગેની સામાજીક તથા પર્યાવરણલક્ષી જરૂરિયાતો આવરી લેવાશે.” આપણે આ ક્રાંતિની 120 વર્ષથી રાહ જોઈ રહયા હતા.

આ ઉત્પાદનમાં CO2ના એમિશન વગર  હાઈડ્રોજનનુ ઉત્પાદન થશે. તેની  મુખ્ય તાકાત એ છે કે હાઈડ્રોજનના  બદલે ઓટોમોટિવ, કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા  મોટા ઉદ્યોગો જેનો ઉપયોગ કરે છે તે કીંમતી ગ્રેફાઈટ પેદા થશે. કન્વર્ટરની મદદથી હાઈડ્રોજનનુ ઉત્પાદન એવા સ્થળે કરી શકાશે કે જયાંથી તેને નાની પાઈપોનો ઉપયોગ થતો હોય તેવી (કેપીલીયરી) પધ્ધતિથી ખસેડવામાં ઓછામાં ઓછો ખર્ચ થશે અને સંગ્રહ અને પરિવહનની સમસ્યા ધરાવતા હાઈડ્રોજનના ઉર્જાની ઓછી માત્રા ધરાવતા સ્વરૂપથી કામ ચલાવી શકાશે.

આ પણ વાંચો- IPL 2022: જોસ બટલરે સીઝનની પ્રથમ સદી ફટકારી, રાજસ્થાન રોયલ્સ તરફથી બટલર લાવ્યો રનનું વાવાઝોડું

ડ્રીલમેક એસપીએના સીઈઓ સાયમન ટ્રેવિસાની પ્રતિભાવ આપતાં વધુમાં જણાવે છે કે,“આ ટેકનોલોજી નેચરલ ગેસ વેલ્યુ ચેઈન સાથે બંધ બેસે તેવી છે અને મોટા પાયે હાઈડ્રોજનને અપનાવવામાં હાઈડ્રોજન વિતરણ નેટવર્કનો જે મુખ્ય અવરોધ નડે છે તે દૂર થઈ જશે.”ડ્રીલમેક એસપીએના બોર્ડ ઓફ ડિરેકટર્સના ચેરમેન શ્રી નિવાસ બોમારેડ્ડી જણાવે છે કે આ પ્રયાસ હાથ ધરવા માટે હું ટીમને અભિનંદન આપુ છું અને ઝડપથી વિકસતી જતી ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજી માં ખૂબજ સફળ બને તેવી શુભેચ્છા પાઠવુ છું.

આ પણ વાંચો- કરુણ ઘટના! વલસાડમાં કુંડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા પાંચ પૈકી બે બાળકો ડૂબ્યા, બે પિતરાઈ ભાઈઓના મોત

આ ટેકનોલોજીના વિકાસને કારણે સ્પર્ધાત્મક કીંમતે ઓછા પ્રેશરથી હાઈડ્રોજનનો ઉપયોગ શકય બનશે. તેનાં વિવિધ પાસાંને નિયંત્રિત કરી શકાશે અને ઓછામાં ઓછી તાલિમથી તેનો સલામત ઉપયોગ કરી શકાશે. રિન્યુએબલ ટેકનોલોજીની તાકાત ધરાવતી આ ઉર્જામાં પ્રદૂષણ થાય તેવા ઉદ્દીપકોનો ઉપયોગ થશે નહી, કચરો પેદા થશે નહી તેમજ ઔદ્યોગીક ઉપયોગ અને સ્થાનિક જાહેર પરિવહન જેવા ઉપયોગ માટે  જરૂરી જથ્થામાં ઉત્પાદન કરી શકાશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, અમદાવાદ ન્યૂઝ, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર