Home /News /gujarat /ગોવામાં બહુમત કોંગ્રેસને પણ બીજેપીની બની શકે છે સરકાર, પર્રિકર બનશે સીએમ!

ગોવામાં બહુમત કોંગ્રેસને પણ બીજેપીની બની શકે છે સરકાર, પર્રિકર બનશે સીએમ!

ગોવામાં પણ ગઇકાલે ચુંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં ભારતીય જનતા પાર્ટી બીજા નંબરે રહી છે. પરંતુ પ્રદેશમાં બીજેપીની સરકાર બની શકે છે. રાજ્યમાં 13 સીટો જીતી ભાજપે રવિવારે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. સુત્રોના દાવા મુજબ બીજેપીએ નાની પાર્ટીઓ અને કેટલાક અપક્ષ વિધાયકોનું સમર્થન મળ્યુ છે. આ સાથે જ અટકળો લગાવાય છે કે હાલના રક્ષામંત્રી મનોહર પર્રિકર ગોવાના સીએમ બની શકે છે.

વધુ જુઓ ...

  રવિવારે ગોવામાં બીજેપી નેતા રાજ્યપાલ મુદુલા સિન્હાને મળવાનો સમય માગ્યો છે. આ સાથે રાજ્યપાલને સમર્થનની ચિઠ્ઠી સોપી સકે છે. ચુંટણીમાં ત્રણ ત્રણ સીટ મેળવનાર મહારાષ્ટ્રવાદી ગોમંટક પાર્ટી અને ગોવા ફોર્વર્ડ ફંટ સિવાય 2 અપક્ષ વિધાયકોનું સમર્થક લઇ બીજેપી સરકાર રચવાનો દાવો પેશ કરી શકે છે. કહેવાય છે કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ આ મામલે ગોવા પહોચ્યા છે. સાથે એવું મનાય છે કે ગોવાના પુર્વ મુખ્યમંત્રી રહેલા મનોહર પરિકર ફરી સીએમ પદ સંભાળી શકે છે.
  આ બાજુ રાજ્યમાં સૌથી વધુ 17 સીટો જીતનાર કોંગ્રેસે પણ રાજ્યપાલને મળવાનો સમય માગ્યો છે. આથી એ નક્કી છે કે કોંગ્રેસ પણ રાજ્યમાં સત્તા મેળવવા દાવો કરી શકે છે. નોધનીય છે કે, 40 સીટોની ગોવા વિધાનસભામાં સરકાર બનાવવા કોઇ પણ પાર્ટીને 21 સીટો પર બહુમત મેળવવો જરૂરી છે.

  ગોવામાં કોઈને બહુમતિ નહીં

  ગોવામાં સરકાર બનાવવા ભાજપની કવાયત
  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ગોવા પહોંચ્યા
  હયાત હોટલમાં ભાજપ કાર્યકરોને મળવા બોલાવ્યા
  આજે ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે
  મનોહર પર્રિકરને ગોવાના સીએમ બનાવાય તેવી શક્યતા
  ભાજપને 2 અપક્ષનું સમર્થનઃ સૂત્ર
  નાના પક્ષો પણ ભાજપની સાથેઃ સૂત્ર

  ફાઇલ તસવીર
  First published:

  Tags: ગોવા ચૂંટણી પરિણામ 2017, ચુંટણી, મનોહર પરિકર

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો