Home /News /gujarat /

પોલીસ ઇન્સ્પેક્ટની પ્રિલિમિનરી પરીક્ષા સવારે 10ના બદલે બપોરે 3 કલાકે લેવાશે

પોલીસ ઇન્સ્પેક્ટની પ્રિલિમિનરી પરીક્ષા સવારે 10ના બદલે બપોરે 3 કલાકે લેવાશે

પ્રતિકાત્મક તસવીર

આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨ (જાહેરાત ક્રમાંક : 112/2018-19)ની પ્રિલિમિનરી પરીક્ષા તા. 30-06-2019ના રોજ સવારે 10.00થી બપોરે 01:00 કલાક દરમિયાન યોજાનાર હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨ (જાહેરાત ક્રમાંક : 112/2018-19)ની પ્રિલિમિનરી પરીક્ષા તા. 30-06-2019ના રોજ સવારે 10.00થી બપોરે 01:00 કલાક દરમિયાન યોજાનાર હતી. જેમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવે છે. હવે આ પરીક્ષા તા. 30-06-2019ના રોજ બપોરે 03:00થી 06:00 કલાક દરમિયાન યોજાશે. જેની સંબંધિત ઉમેદવારો તથા વહીવટી તંત્રે નોંધ લેવા વિનંતી છે.

    ઉલ્લેખનીય છે કે, મોટા વિવાદબાદ ગુજરાતમાં લોકરક્ષક દળ(લોકરક્ષક દળ)ના પેપર લીક કૌભાંડ બાદ આજે રાજયભરમાં ફરીથી લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ૭.૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ ઉમેદવાર ૮.૭૬ લાખ ઉમેદવારોને પોલીસ સત્તાધીશો દ્વારા કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭.૧૫ લાખથી વધુ ઉમેદવારો આજે પરીક્ષામાં બેઠા હતા.

    લોખંડી સુરક્ષા કવચ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકરક્ષક દળની આજની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જેને પગલે લોકરક્ષક દળ ભરતી બોર્ડ અને ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ પણ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ, લોકરક્ષક દળની પરીક્ષાના પેપર સહેજ અઘરું નીકળ્યું હતું અને કેટલાક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવા માટે સમય ઓછો પડયો હોવાની વાત પણ સામે આવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat police, Police Inspector

    આગામી સમાચાર