Home /News /gujarat /હાર્દિક પટેલને SGVP હોસ્પિટલમાં ખસેડાયો, અહીં અપાશે સારવાર

હાર્દિક પટેલને SGVP હોસ્પિટલમાં ખસેડાયો, અહીં અપાશે સારવાર

હાર્દિક પટેલને એસજીવીપી લઇ જતી એમ્બ્યુલન્સ

હાર્દિકને તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટમાંથી એક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  સોલા સિવિલ ખાતે  હાર્દિકની સારવાર માટે ડોક્ટરનો મોટો કાફલો ખડે પગે છે.

અમદાવાદઃ 14માં દિવસે તબિયત લથડતા હાર્દિક પટેલને હોસ્પિટલમાં ખસેડાયો છે. હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટમાંથી એક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  સોલા સિવિલ ખાતે  હાર્દિકની સારવાર માટે ડોક્ટરનો મોટો કાફલો ખડે પગે છે. હાર્દિકને પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં ડોક્ટરોની ટીમ તેની પ્રાથમિક તપાસ કરી રહી છે.  સોલા સિવિલમાં ખસેડાયા પહેલા હાર્દિક સાથે ખોડલધામના નરેશ પટેલા હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

હાર્દિક પટેલને એસજીવીપ હોસ્પિટલ ખસેડાયો

સરકારી હોસ્પિટલ અને સરકાર ઉપર વિશ્વાસ ન હોવાથી પાસના કન્વીનરોએ હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાંથી રજા લીધી છે. હાર્દિક પટેલને હવે એસજી હાઇવે ઉપર આવેલી એસજીવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર થશે.  પાસ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરીને હાર્દિકને સોલા સિવિલમાંથી રજા અપાવી હતી. રાત્રે આશરે 10 કલાકે હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.



મારા આરણાંત ઉપવાસ ચાલું છે, મરું ત્યાં સુધી લડીશ: હાર્દિકે કર્યું ટ્વીટ

આમરણાંત ઉપવાસ અંગે હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, " મારા આમરણાંત ઉપવાસ ચાલું છે. જ્યાં સુધી અમારી માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ખતમ નહીં કરીએ. મને ગ્લુકોઝની બોટલ ચઢાવી છે. મારો અન્ય અને જળનો ત્યાર રહેશે. લડીશ પરંતુ હાર નહીં માનું હું ખેડૂતો અને સમાજના ગરીબ લોકો માટે મરું ત્યાં સુધી લડીશ "



"અમને સરકાર ઉપર વિશ્વાસ જ નથી. એટલે ખાનગી હોસ્પિટલમાં જવાનો નિર્ણય કર્યો"

સોલા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇને ખાનગી હોસ્પિટલ જવા અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, "આ સરકારી હોસ્પિટલમાં હાર્દિક પટેલની પ્રાથમિક સારવાર ડોક્ટરોએ આપેલી, રિકવરી પણ દેખાઇ રહી છે. પરંતુ અત્યારે અમે બધાએ સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે, આ હોસ્પિટલ સરકારી હોય અને સરકાર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ જ નથી. અમેને સરકારી હોસ્પિટલ અને સરકાર ઉપર વિશ્વાસ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માંગીએ છીએ. એટલે અમે અહીંના ડોક્ટરો સાથે અહીંથી રજા લેવાની વાત કરી હતી. અમે ખાનગી હોસ્પિટલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જઇ રહ્યા છીએ. ગુજરાતની સરકાર કેટલી નિષ્ઠુર છે અન તેમના મનમાં સરકાર માટે કેટલી લાગણી છે. એ જનતા જોઇ રહી છે."

Hardik patel in sola civil hospital
સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હાર્દિક પટેલ


હાર્દિક પટેલે SGVP ગુરુકુલ ખાતે સારવાર મળે તેવી કરી માંગ

સુત્રોના સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા હાર્દિક પટેલની હાલત સ્થિર હોવાનું ડોક્ટરો જણાવ રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાંથી જવાની માંગણી કરી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલનું અંત વધુ હોવાથી સરખેજ- ગાંધીનગર હાઇવે ઉપર આવેલી SGVPમાં જવાની હાર્દિક પટેલ માંગણી કરી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલનું કહેવું છેકે SGVP નજીક હોવાથી સહ કન્વીનરોને તકલીફ ઊભી ન થાય તે માટે SGVP ગુરુકુળમાં સારવાર માટે ખસેડવા માંગણી કરી રહ્યો છે. જોકે, આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલનું પહેલું ટ્વીટ

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે પહેલી વખત ટ્વીટ કર્યું છે. જેમાં તેણએ જણાવ્યું છે કે, "આમરણાંત ઉપવાસ આંદલનના 14માં દિવસે મારી તબિયત બગડવાના કારણે મને અમદાવાદની સોલા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. કિડનીને નુકસાન થયું હોવાનું જમઆવી રહ્યા છે. હજી સુધી ભાજપવાળા ખેડૂતો અને સમાજની માંગને લઇને તૈયાર નથી."



પહેલીવાર ઉપવાસ છાવણી અંદર પ્રવેશી પોલીસ

હાર્દિક પટેલના આંદોલનને આજે 14મો દિવસ છે. ત્યારે પ્રથમ વખત એવું બન્યું કે આંદલન છાવણીની અંદર પોલીસ પ્રવેશી હોય. ઝોન એકના DCP જયપાલસિંહ રાઠોડે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.

હર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો


હાર્દિક  સાથે મુલાકાત બાદ જયપાસસિંહે જણાવ્યું કે હાર્દિક પટેલની નાદૂરુસ્ત તબિયતને ધ્યાને રાખી મુલાકાત લીધી હતી. ડોક્ટર અને PAASની ટીમ સાથે અમે સંકલનમા છીએ. અમે હાર્દિકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. અહીં બંદોબસ્તની જવાબદારી મારી છે, અમે દરેક ટીમ સાથે કોન્ટેક્ટમાં છીએ.

જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે. ભટ્ટ પણ ગ્રીનવુડ પહોંચ્યા હતા. તેઓએ સરક્ષા બંદોબસ્તનું મોનિટરિંગ કર્યું હતું.


14માં દિવસે તબિયત વધુ લથડી

અમદાવાદ સોલા સિવિલની મેડિકલ ટીમ હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. ડોક્ટરોએ હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. તો હાર્દિકે ડોક્ટરોને ફરિયાદ કરી કે તેને હલન-ચલન કરવામાં તકલીફ પડી રહી છે, તથા પેટમાં વધુ દુખાવો તથા ચક્કર આવી રહ્યાં છે. હાર્દિકના પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. જો કે હાર્દિકે વજન કરવાની મનાઇ કરી હતી.

હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરાયું હતું.


આ પણ વાંચો:   હાર્દિકે જળત્યાગ કર્યો, હોસ્પિટલમાં દાખલ કરવાનું સરકારનું ષડયંત્રઃ PAAS

શું કહ્યું મનોજ પનારાએ ?

પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે ગઇ કાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો મનોજ પનારાએ ઉર્જામંત્રી સૌરભ પટેલને કહ્યું કે તમારું ખાતું નથી છતા તમે કેમ નિવેદનો આપો છે, કૃષીમંત્રી કેમ કોઇ નિવેદન આપતાં નથી.

આ પણ વાંચો:  કોંગ્રેસ નેતાઓ CMને મળ્યાં, આજથી 24 કલાક ઉપવાસ આંદોલન કરશે કોંગ્રેસ
First published:

Tags: Gujarat BJP, Hardik Patel Fast, Patidar Reservation, હાર્દિક પટેલ