અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં પોલીસકર્મીની પુત્રની છેડતીની ફરિયાદ નોંધાઇ છે. યુવતી ઘરે એકલી હોવાનું જાણી પાડોશમાં રહેતા યુવકે તેનો ગેરલાભ ઉઠાવી છેડતી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પોલીસકર્મીની પુત્રીની પાડોશમાં જ રહેતા યુવક દ્વારા છેડતી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવાયું છે કે યુવતી IELTSની પરીક્ષાની તૈયારી કરવા માટે ઘરે રોકાવા માટે આવી હતી. યુવતી જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે પાડોશમાં રહેતા હર્ષિત પટેલ નામના યુવકે એકલતાનો ગેરલાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદમાં જણાવાયું કે પાડોશમાં રહેતા હર્ષિત પટેલે યુવતીને ઘરમાં એકલી હોવાનું જાણતાં ફિલ્મી ડાયલોક બોલવાનું શરૂ કર્યું હતું. હર્ષિતે યુવતીને કહ્યું કે કુદરતે તને ફુરસદથી બનાવી છે. એટલું જ નહીં હર્ષિતે યુવતીને પકડી લીધી હતી. જોકે, હર્ષિતનો બદ ઇરાદો જાણી જતાં યુવતીએ પરિવારજનોને જાણ કારી હતી. બાદમાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર