Ahmedabad: અમદાવાદમાં એક જ પત્ની સાથે બે વાર લગ્ન કરનાર પતિની પોલ લગ્નની એક પત્રિકાએ ખોલી દીધી
Ahmedabad: અમદાવાદમાં એક જ પત્ની સાથે બે વાર લગ્ન કરનાર પતિની પોલ લગ્નની એક પત્રિકાએ ખોલી દીધી
સાસરિયાઓ તો છૂટાછેડા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપતા હતા
યુવતીની નણંદ અને તેનો પતિ બાળકો થતાં નથી તેમ કહી મહેણાં મારતા હતા. આમ યુવતીના સાસુ, સસરા, નણંદ અને તેનો પતિ તમામ લોકોએ એક થઈને વર્ષ 2016માં રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર જબરદસ્તીથી સહી કરાવી લીધી હતી અને યુવતીને પિયરમાં મોકલી આપી હતી અને છૂટાછેડા લઇ લીધા હતાં.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસ (Mental and physical torture of women)ની ફરિયાદ નોંધાવી છે. નવાઇની વાત તો એ છે કે આ યુવતી એ જે પતિ સાથે લગ્ન કર્યા હતા તે પતિ અને તેના પરિવારજનોએ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં સ્ટેમ્પ પેપર ઉપર સહી કરાવી લીધી હતી અને તેના પતિએ છૂટાછેડા (Divorce) આપી દીધા હતા.
જોકે થોડા સમય બાદ યુવતીના પતિએ તેની સાથે ફરીથી કોર્ટ મેરેજ કર્યા હતા. જેથી યુવતીના સસરાએ પતિ પત્નીને કાઢી મૂકતા બંને અમદાવાદમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા. આ દરમિયાન યુવતીનો પતિ ગામડે જઈને આવું છું તેમ કહી તેને પિયર મૂકી ગયો હતો. આ દરમિયાન યુવતીને જાણ થઈ કે બાયડ ખાતે જે સમૂહ લગ્નનું આયોજન થયું છે તેની પત્રિકામાં બીજા લગ્ન કરવા માટે થઈ તેના પતિએ નોંધણી કરાવી છે. જેથી સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હાલ નરોડા ખાતે રહેતી 32 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2010માં સાબરકાંઠા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્ન સમયે યુવતીના પિતાએ કરિયાવર આપ્યું હતું. બાદમાં જ્યારે આ યુવતી તેના સાસરે રહેવા ગઈ ત્યારે તેનો પતિ અને સાસુ અવારનવાર ઘરનાં કામ માટે શારિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. વારંવાર સાસરિયાઓ તેને હેરાન પરેશાન કરી છૂટાછેડા લેવાની ધમકી આપતા હતા અને માર મારતા હતા.
યુવતીની નણંદ અને તેનો પતિ બાળકો થતાં નથી તેમ કહી મહેણાં મારતા હતા. આમ યુવતીના સાસુ, સસરા, નણંદ અને તેનો પતિ તમામ લોકોએ એક થઈને વર્ષ 2016માં રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર જબરદસ્તીથી સહી કરાવી લીધી હતી અને યુવતીને પિયરમાં મોકલી આપી હતી અને છૂટાછેડા લઇ લીધા હતાં. ત્યારબાદ વર્ષ 2018માં તેના પતિએ ફરી તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને તેને ગામડે લઈ ગયો હતો. જેથી યુવતીના સસરાએ યુવતીને અને તેના પતિને ઘરમાંથી કાઢી મુક્યા હતા.
બાદમાં યુવતી અને તેનો પતિ અમદુપુરા ખાતે ભાડેથી મકાન રાખી રહેતા હતા અને ફરી તેના પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી માર મારવાનું શરૂ કર્યું હતું. એકાદ મહિના પહેલા યુવતીના પતિએ ગામડે જઈને આવું છું તેમ કહી તેને પિયરમાં મૂકી ગયો હતો. જેથી યુવતી તેના પિતાના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે વણકર સમાજ બાયડ તાલુકા ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું છે. જેની પત્રિકામાં જોતા તેમાં તેના પતિએ બીજા લગ્ન કરવા બાબતેની નોંધણી કરાવી હતી. જેથી યુવતી તેના માતા-પિતા સાથે બાયડ ગઈ હતી અને સમૂહ લગ્નના આયોજકને મળી તમામ હકીકતો જણાવતા આયોજકે જણાવ્યું કે તેઓ લગ્નની નોંધણી રદ કરી દેશે. ત્યાર બાદ યુવતીના સાસરીવાળા તેના ઘરે છૂટાછેડા કરવા માટે સહી લેવા આવતા બંને પક્ષના લોકો એકબીજાને મળ્યા નહોતા અને છૂટાછેડા લેવા માટે સાસરિયાઓ અવાર નવાર ધમકી આપતા હતા.
સાસરિયાઓ તો છૂટાછેડા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપતા હતા અને યુવતીનો પતિ અગાઉ તેની સાથે લગ્ન કરી છૂટાછેડા લઇ ફરીવાર કોર્ટ મેરેજ કરી રહેતો હોવા છતાં પણ બીજી જગ્યાએ લગ્ન કરવાનો હતો. જેથી સમગ્ર બાબતને લઈને યુવતીએ આ અંગે સાસરી પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા શહેરકોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર