Home /News /gujarat /

અમદાવાદઃ મંજૂરી વગર રેલી કાઢવા બદલ હાર્દિક પટેલ સામે ફરિયાદ

અમદાવાદઃ મંજૂરી વગર રેલી કાઢવા બદલ હાર્દિક પટેલ સામે ફરિયાદ

બોપલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી

ચૂંટણી દરમિયાન મંજૂરી વગર રેલી કાઢવા બદલ હાર્દિક સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદઃ પાસ નેતા હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. આ વખતે ચૂંટણી દરમિયાન મંજૂરી વગર રેલી કાઢવા બદલ હાર્દિક સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાર્દિક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાર્દિકે 11 ડિસેમ્બરે ચૂંટણી દરમિયાન બોપલના ઘૂમા ગામથી નિકોલ સુધીની રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકો કાર અને બાઈક સાથે ઉપસ્થિત રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે હાર્દિક ઉપરાંત સુરેશ, રાજુ પટેલ અને અન્ય 50 લોકો વિરુદ્ધ કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે હાર્દિકની આ રેલીમાં પથ્થરમારો પણ થયો હતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાર્દિક પટેલ ગુજરાત સરકાર વિરુદ્ધ પ્રચાર કરી રહ્યો છે.
First published:

Tags: હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन