Home /News /gujarat /

LRD પેપર લીક મામલે મોટો ખુલાસોઃ અશોક સાહુએ અનેક રાજ્યની પરીક્ષાના પેપરો કર્યાં હતાં લીક

LRD પેપર લીક મામલે મોટો ખુલાસોઃ અશોક સાહુએ અનેક રાજ્યની પરીક્ષાના પેપરો કર્યાં હતાં લીક

Ashok Sahu

લોક રક્ષક દળના પેપર લીક કેસમાં પકડાયેલા આરોપીઓની ગાંધીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચ પૂછપરછ કરી રહી છે.

    જનક દવે, ગાંધીનગર

    ન્યૂઝ18 ગુજરાતીઃ લોક રક્ષક દળના પેપર લીકમાં મામલે નવો ખુલાસો થયો છે. આ કેસમાં અત્યાર સુધી 13 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મધ્ય પ્રદેશના રતલામથી અશોક સાહુ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થયા છે.

    અશોક સાહુએ અનેક પેપર લીક કર્યાં

    ન્યૂઝ18 ગુજરાતીને મળેલી માહિતી પ્રમાણે લોક રક્ષક દળના પેપર લીક કેસમાં પકડાયેલા આરોપીઓની ગાંધીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં અશોક સાહુ નામની વ્યક્તિની રતલામથી ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે તેની ધરપકડની સાથે સાથે તેના ઘરેથી અનેક રાજ્યોમાં આયોજીત પરીક્ષાનું મિટિરિયલ મળ્યું હતું.

    આ પણ વાંચોઃ "LRDની મનોવેદના" જુઓ" જિગલી અને ખજૂર'ના શૉમાં! 

    ગુજરાત પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું છે કે અશોક સાહુએ એલઆરડી જ નહીં પરંતુ જાન્યુઆરી 2017માં યોજાયેલી નાબાર્ડની પરીક્ષાનું પેપર પણ લીક કર્યું હતું. નાબાર્ડ જ નહીં પરંતુ અશોક સાહુએ નેશનલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનું પેપર પણ તેની જ ગેંગે લીક કર્યું હતું. આ બંને પેપર ફૂટ્યા હોવાની ગંધ પણ આજ દિવસ સુધી કોઈને આવી નથી.

    મધ્ય પ્રદેશ પોલીસે કરી હતી અશોકની ધરપકડ

    મળતી માહિતી પ્રમાણે અશોક સાહુની ગેંગ વિવિધ રાજ્યોની પરીક્ષાના પેપર લીક કરવા માટે પંકાયેલી છે. આ જ ગેંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું પેપર લીક કર્યું હતું. આ કેસમાં મધ્ય પ્રદેશ પોલીસે અશોકની ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર બહાર હતો.

    કુરિયર પ્રોસેસ દરમિયાન પેપર લીક થયું?

    અત્યારે સુધી મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દક્ષિણ ભારતના એક પ્રિન્ટિંગ પ્રેસ કે પછી સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક કરવામાં આવ્યું હતું. પરંતુ તપાસ એજન્સીઓએ સ્ટ્રોંગરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં કોઈ ગરબડ સામે આવી નથી. આથી તપાસ એજન્સીએ એવી આશંકા વ્યક્ત કરી છે કે કુરિયર પ્રોસેસ એટલે કે પેપરની વહેંચણી વખતે પેપર લીક થયું હોઈ શકે છે. આ કેસમાં આગામી દિવસોમાં હજુ વધારે ખુલાસા થાય તેવી શક્યતા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: LRD, Paper leak, Yashpalsinh Solanki, ગુનો, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन