Home /News /gujarat /

અમદાવાદઃ SG હાઇવે પર બાઇક અને મર્સડીઝ કારમાં સ્ટન્ટ કરવા પડ્યા ભારે, ધરપકડ

અમદાવાદઃ SG હાઇવે પર બાઇક અને મર્સડીઝ કારમાં સ્ટન્ટ કરવા પડ્યા ભારે, ધરપકડ

બહારથી ભણવા અમદાવાદ આવેલા યુવકો મોડી રાત્રે સ્ટન્ટસ કરતા જોવા મળે છે. આ યુવકોને પોલીસે ફાઇનલ વોર્નિંગ આપી

બહારથી ભણવા અમદાવાદ આવેલા યુવકો મોડી રાત્રે સ્ટન્ટસ કરતા જોવા મળે છે. આ યુવકોને પોલીસે ફાઇનલ વોર્નિંગ આપી

    અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એસજી હાઇવે પર મોડી રાત્રે વિશેષ ડ્રાઇવ યોજી હતી. મોડી રાત્રે લોકોના જીવ જોખમાય તે રીતે એસજી હાઇવે પર સ્ટન્ટ કરતી મર્સીડીઝ તેમજ બે બાઇકચાલકો સામે ફરિયાદ નોંધવામાં આ‌વી છે. એસજી રોડ પર મોડી રાત્રે યુવાનો વૈભવી ગાડીઓ સાથે મોજશોખ માટે સ્ટન્ટ કરતા હોય છે. આ દરમિયાન ગંભીર અકસ્માત પણ સર્જાય છે, ત્યારે આવા સ્ટન્ટ કરનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

    ઘણીવાર અક્સમાત સર્જાતા રાહદારી કે અન્ય વાહનચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. આ સ્ટન્ટ કરનારા સામે ટ્રાફિકના પશ્રિમના ડીસીપી સંજય ખરાતે હવે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે.ટ્રાફિક પોલીસે શુક્રવારે રાત્રે 11 થી 1 વાગ્યા સુધી ડ્રાઇ‌વ યોજી હતી, જેમાં સિન્ધુભવન રોડ પર મર્સીડીઝ કાર પૂરઝડપે ચલાવી અને સ્ટન્ટ કરતા સમીર ચૈાહાણની ધરપકડ કરી છે. જિકસર બાઈક તેમજ બુલેટ પર સ્ટન્ટ કરતા ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થી પરેશ ચૈાધરી, નિકુલ ચૌધરીની ધરપકડ કરી હતી. જોકે મર્સીડીઝ ચાલકને પોલીસે સવારે 5 વાગે છોડ્યો હતો.

    સ્ટન્ટ કરનારા વિદ્યાર્થી

    બહારથી ભણવા અમદાવાદ આવેલા યુવકો મોડી રાત્રે સ્ટન્ટસ કરતા જોવા મળે છે. આ યુવકો હવે પોલીસની નજરે સ્ટન્ટ કરતા ચઢશે તો પોલીસ પૂરઝડપે વાહન ચલાવી બીજાના જીવને જોખમમાં નાખતા હોવાનો ગુનો દાખલ કરશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ahmadabad, Bike stunt, SG Highway, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन