Home /News /gujarat /

મોતની રાઇડના સંચાલકની અટકાયત, રાઇડનું ચેકિંગ ન થતું હોવાનો ઘટસ્ફોટ

મોતની રાઇડના સંચાલકની અટકાયત, રાઇડનું ચેકિંગ ન થતું હોવાનો ઘટસ્ફોટ

ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી.

ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી.

    અમદાવાદઃ નિર્દોષ લોકોના મોતનું કારણ બનેલી કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં હંમેશની જેમ દૂર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ઘટના બાદ પોલીસ દ્વારા રાઇડ સંચાલક અને ઓપરેટરની અટકાત કરવામાં આવી છે. પોલીસ હાલ બંનેની પુછપરછ કરી રહી છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે રાઇટનું નિયત સમયે ચેકિંગ કરવામાં આવતું ન હતું.

    અમદાવાદમાં કાંકરિયા પાસે આલેલી એક રાઇડ્સ ધ્વસ્ત થઇ જતાં બે લોકોનાં મોત થયા, 50 ફૂટની ઉંચાઇએથી પટકાતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાં પગલે કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

    અહીં ક્લિક કરી વાંચોઃ મોતની રાઇડનો ભોગ બનેલા મૃતકો અને ઇજાગ્રસ્તોની આ છે યાદી



    વિજય નહેરાએ જણાવ્યુ હતું કે, પોલીસે સંચાલકો સામે એફઆઇઆર દાખલ કરવાની કાર્યવાહી કરી છે. એફએસએલને પણ ઘટનાં સ્થળે બોલાવાઇ છે. આ દુર્ઘટનામાં રાઇડનો બેઝ પણ બેસી ગયો હતો.

    ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી. આ રાઇડનો વચ્ચે જોઇન્ટનો ભાગ તૂટી ગયો છે.

    સીએમ વિજય રૂપાણીએ અમદાવાદની કાંકરિયામાં રાઈડ્સ તૂટવાની ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે તથા સમગ્ર ઘટનાનો સીએમઓએ રિપોર્ટ માંગ્યો છે. તો ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશનર સાથે ઘટના બાબતે ચર્ચા કરી જવાબદારો સામે પગલાં ભરવા સૂચના આપી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Police arrested

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन