Home /News /gujarat /

20 હજાર ભાડું આપી 4 યુવકો ચલાવતા હતા હુક્કાબાર, મકાન માલિક પણ ફસાયો

20 હજાર ભાડું આપી 4 યુવકો ચલાવતા હતા હુક્કાબાર, મકાન માલિક પણ ફસાયો

    નવીન ઝા, અમદાવાદ

    અમદાવાદના મણિનગર વિસ્તારમાં મકાન ભાડે રાખી હુક્કાબાર ચલાવતા યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હુક્કા પીતા અન્ય યુવકોની પણ ધરપકડ કરી લીધી છે. બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે મકાન માલિકે ભાડા કરાર પણ કરાવ્યું ન હતું. જેથી હવે મકાન માલિક વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસે મણિનગર વિસ્તારમાં જગાભાઈ પાર્કમાં આવેલા આર્શીવાદ એપાર્ટમેન્ટમાં માહિતીના આધારે દરોડા પાડ્યો અને દરોડામાં હુક્કા બાર ચલાવતા શખ્સો સહિત હુક્કા પીવા આવેલા કુલ પાંચ લોકો રંગેહાથ ઝડપાયા હતા. ઘરમાંથી હુક્કાની સામગ્રી પણ કબ્જે કરાઇ હતી. પોલીસે પુછપરછ કરી તો જાણવા મળ્યુ છે કે આ મકાનમાં ચાર લોકો રહે છે અને આ ચાર લોકો હુક્કાબાર ચલાવી રહ્યાં હતા. નોંધનીય છે કે પાડોશીઓ જ્યારે તેમને હુક્કાની વાસ આવે અને જ્યારે પુછે ત્યારે આ લોકો સીગારેટ પીવે છે તેમ કહી દેતા હતા.

    મકાનમાં ચાર લોકો રહે છે અને આ ચાર લોકો હુક્કાબાર ચલાવી રહ્યાં હતા.


    પોલીસ જ્યારે આરોપીઓની પુછપરછ કરી તો જાણવા મળ્યુ છે કે અમૃત પટેલ નામના વ્યકિત પાસેથી આ લોકોએ રુપિયા 20 હજારના ભાડે મકાન રાખ્યુ હતુ અને ચાર લોકો પાંચ-પાંચ હજાર રુપિયા રાઢી અહીંયા રહી રહ્યા હતા. આ ચારમાંથી બે ભાઈઓ છે અને એક પહેલા હુક્કાબારમાં કામ કરતો હતો. પોલીસનુ કહેવુ છે કે આ લોકો હુક્કા ચલાવવા માટે એક યુવકને નોકરી પર રાખ્યો હતો. પોલીસે હાલ તમામ લોકોની ધરપકડ કરી છે ત્યારે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે પોલીસ મકાન માલિક સામે પણ ગુનો દાખલ કરવાની છે કારણ કે મકાન માલિકે ભાડા કરાર પણ કરેલો ન હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ahmadabad, Police arrested, ગુનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन