Home /News /gujarat /

હાર્દિકને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો, પીએમના કાર્યક્રમનો વિરોધ કરાશેઃ પાસ કન્વીનર

હાર્દિકને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો, પીએમના કાર્યક્રમનો વિરોધ કરાશેઃ પાસ કન્વીનર

નિવાસ સ્થાન બહાર હાર્દિક પટેલની પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં હાર્દિક પટેલ નિકોલ ખાતે પાર્કિંગ પ્લોટમાં ઉપવાસ કરવા જઇ રહ્યો ત્યારે જ નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો.

    પ્રણવ પટેલ, અમદાવાદ

    હાર્દિક પટેલને આગામી 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ માટે મંજૂર આપવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાની હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. જેના ભાગ રૂપે આજે અમદાવાદમાં હાર્દિક પટેલ નિકોલ ખાતે પાર્કિંગ પ્લોટમાં ઉપવાસ કરવા જઇ રહ્યો ત્યારે જ નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરે ચીમકી ઉચ્ચારી હતી.

    મળતી માહિતી પ્રમાણે પ્રતિક ઉપવાસ માટે અમદાવાદ આવતા આશરે 300 જેટલા સમર્થકોની પોલીસે અટકાયત કરી છે. જોકે, સવારથી હાર્દિક પટેલના નિવાસ સ્થાન બહાર મોટી સંખ્યામાં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પહોંચ ગયો હતો. હાર્દિક બહાર આવે ને તરત જ તેની અટકાયત કરે તેવી તાકમાં ક્રાઇમ બ્રાન્ચની પોલીસ બેઠી હતી. રવિવારે સવારથી હાર્દિક પટેલ ક્યાં ઉપવાસ કરશે તેની મથામણ ચાલી રહી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે પહેલા નિવાસ સ્થાન પર જ ઉપવાસ કરવાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ તેનો વિચાર ફરતા તે નિકોલ ઉપવાસ કરવા માટે જવાનું નક્કી કર્યું હતું.

    આમ હાર્દિક પટેલ પોતાની કારમાં બેસની નિકલો જવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેની કારને રોકીને તેને બહાર આવવા કહ્યું હતું. અને ત્યારબાદ પોલીસ અને હાર્દિક પટેલ વચ્ચે થોડી બોલાચાલી બાદ પોલીસે તેની અટકાયત કરીને વાનમાં બેસાડ્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે. જોકે, હાર્દિક પટેલની અટકાયતના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો.

    રાજકોટના પાસ કન્વીનર હેમાંગ પટેલે પણ હાર્દિકની અટકાયત અંગે રોષ વ્યક્ત કર્યો હતો. હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહી આવે તો આગામી સમયમાં યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો સખત વિરોધ કરવામાં આવશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Events, Paas, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, નિકોલ, પીએમ મોદી, હાર્દિક પટેલ

    આગામી સમાચાર