Home /News /gujarat /PM Modi Road Show: કોવિડ બાદ PM નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં સૌથી મોટો રોડ શો હશે: સી.આર. પાટીલ 

PM Modi Road Show: કોવિડ બાદ PM નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં સૌથી મોટો રોડ શો હશે: સી.આર. પાટીલ 

સી.આર.પાટીલ માહિતી આપતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ 11મી માર્ચના સવારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે.

PM Modi Road Show: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.  સી.આર.પાટીલ

દેશના 5 રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે અને આવતીકાલે તેના પરિણામ (Assembly Election Result) આવશે. ત્યારે ચૂંટમી પરિણામના તુરંત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત પહોંચશે ત્યારબાદ રોડ શો (PM Modi Road Show)નું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો કોવિડ બાદનો ગુજરાતમાં સૌથી મોટો રોદ શો હશે.

આગામી ડિસેમ્બર માસમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેને લઈને પીએમ હવે ગુજરાત પર ફોક્સ કરશે. 5 રાજ્યોના પરિણામ બાદ તુરંત જ પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે તે પીએમ બન્યા બાદ પ્રથમ વખત પ્રદેશ બીજેપી કાર્યલાય કમલમ ખાતે જશે અને તેમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ એરપોર્ટથી રોડ શો મારફતે કમલમ પહોંચશે. પ્રદેશ બીજેપીનો દાવો છે કે કોરોના બાદનો આ પ્રથમ ભવ્ય રોડ શો પીએમનો હશે. જેમાં અલગ અલગ સમાજના લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ સહિત 4 લાખ લોકો આ રોડ શોમાં પીએમનું અભિવાદન કરવા હાજર હશે. જેના પછી પીએમ કમલમ પહોંચશે, જ્યાં તેમનું સ્વાગત કરવાં આવશે અને બાદમાં રાજ્યના બીજેપીના તમામ ધારાસભ્યો સાંસદ રાજ્યસભામાં સાંસદ અને પ્રદેશ હોદ્દેદારોની એક બેઠક લેશે જેમાં પીએમ માર્ગદર્શન આપશે અને આગામી ચૂંટણીલક્ષી સંવાદ પણ કરશે.



આ મામલે સી.આર.પાટીલ માહિતી આપતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ 11મી માર્ચના સવારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. અમદાવાદ એરપોર્ટથી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ સુઘી આશરે ચાર લાખથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં ભવ્યાતી ભવ્ય રોડ-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ રોડ-શોમાં જુદી-જુદી સંસ્થાઓ, જુદા-જુદા સમાજો, નાગરિકો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી જનપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને રૂડો આવકાર આપવા ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- Punjab Election Results 2022: પંજાબમાં પરિવર્તન કે પુનવરાવર્તન, જાણો વોટિંગની ટકાવારી અને એક્ઝિટપોલ સહિતની માહિતી

સી.આર. પાટીલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” સુધીના રોડ- શો પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે ભાજપના ગુજરાતના સાંસદો,ધારાસભ્યો, પ્રદેશના પદાધિકારીઓ પ્રદેશ કારોબારીના સભ્યોને માર્ગદર્શન આપશે.

આ સિવાય પીએમના અન્ય 2 સરકારી કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યા છે. કમલમની બેઠક બાદ સાંજના સમયે GMDC મેદાન ખાતે સરપંચથી સાંસદ સુધીના નામનો કાર્યક્રમ માં હાજરી આપશે. જેમાં સરપંચ મહાનગર પાલિકાના હોદ્દેદાર ધારાસભ્યો સાંસદ સહિતના આગેવાનો હાજર રહેશે. એ બાદ બીજા દિવસે પીએમ મોદી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. અત્યાર સુધી ખેલ મહાકુંભ માટે 46 લાખ રજિસ્ટ્રેશન થયા છે. આ કાર્યક્રમ એકસાથે 500 સ્થળ પર થશે. જેને પીએમ શરૂ કરાવશે. કોવિડ હોવાના કારણે છેલ્લા 2 વર્ષથી ખેલ મહાકુંભ યોજાયો નહોતો. પરંતુ હવે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો છે ખેલ મહાકુંભમાં 1100 જેટલા કલાકાર હાજર રહેશે અને લાઇ વ પરફોર્મ કરશે તો સ્પોર્ટ્સ સેકટર સાથે જોડાયેલા લોકો પણ હાજરી આપશે.

આ પણ વાંચો- Assembly Election Result News: આવતીકાલે યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર સૌની નજર

સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ 11 મી માર્ચના રોજ સાંજે  જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મારુ ગામ-મારુ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા મહાનગર પાલિકાના ચૂંટાયેલા અને પદાધિકારીઓ આમ આશરે એક લાખ 38 હજારથી વધુ સભ્યોને માર્ગદર્શન આપશે.

સી.આર.પાટીલ  વધુમાં વિગત આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સાહેબના પ્રવાસના બીજા દિવસે 12 મી માર્ચના રોજ  સાંજે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે ખેલ મહાકુંભના મુખ્ય શુંભારંભ કાર્યક્રમમા ઉપસ્થિત રહી મહાકુંભના ખેલાડીઓને પ્રોત્સાહીત કરશે. અત્રે ઉલ્લખનીય છે કે, અત્યાર સુઘી 46 લાખ જેટલા ખેલાડીઓનું સમગ્ર રાજયમાં ખેલ મહાકુંભ અંતર્ગત રજીસ્ટ્રેશન થઇ ચૂકયુ છે અને એક સાથે 500 જેટલા સ્થળોએ ખેલ મહાકુંભ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટડિયમના ખેલ મહાકુંભના મુખ્ય કાર્યક્રમમાં આશરે 1100 જેટલા નામી કલાકારો ભવ્ય લાઇવ પરફોર્મન્સ આપશે. આ કાર્યક્રમમાં સ્પોર્ટસ સાથે જોડાયેલ વિવિધ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, C.R Patil, Gujarati news, Kamalam, PM Modi પીએમ મોદી, પીએમ નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો