PM મોદીએ આજે ચાર જંગી સભા સંબોધી, જાણો - ક્યાં શું-શું કહ્યું

બીજા તબક્કાની 93 બેઠકો માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે...

બીજા તબક્કાની 93 બેઠકો માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે...

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેની મતદાન પ્રક્રિયા પુરી થઈ છે. હવે બીજા તબક્કાની 93 બેઠકો માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. જેને લઈ PM મોદીએ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે રાજ્યના ચાર શહેરમાં જંગી સભા સંબોધી, જેમાં PMએ બનાસકાંઠાના પાલનપુરમાં, અમદાવાદના સાણંદમાં, પંચમહાલના કાલોલમાં અને વડોદરામાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તો આપણે જોઈએ કયા શહેરમાં શું કહ્યું...

પાલનપુરમાં PM મોદીએ શું કહ્યું?

PM મોદીનું મિશન 150+
પાલનપુરમાં PM મોદીએ જનસભાને સંબોધી
"ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો મારે જીતવી છે"
"બધા જ પોલિંગ બૂથમાં કમળ ખીલશે"
"દુનિયાની કોઈ તાકાત નથી જે ભાજપને હરાવી શકે"
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
"રાહુલ ગાંધી કહે છે કે બટાકા કારખાનામાં થાય છે"
"બટાકાની કોઈ ફેક્ટરી ન હોય, મજૂરીથી મળે"
"મણિશંકરના ઘરે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીની બેઠક થઈ"
"કોંગ્રેસ જવાબ આપે ગુપ્ત મિટિંગનું કારણ શું ?"
"મણિશંકર ઐયરે ગુજરાતનું કર્યું અપમાન"
"ઉદ્યોગધંધાનું હબ બનશે બનાસકાંઠા"
"દુનિયામાં જશે ઉત્તર ગુજરાતનો માલ સામાન"

સાણંદમાં PM મોદીએ શું કહ્યું?

PM મોદીનું મિશન 150+
સાણંદમાં PM મોદીએ જનસભાને સંબોધી
"જાહેર જીવનનાં પ્રારંભિક વર્ષો સાણંદમાં વિતાવ્યા"
"સાણંદ વિકાસની ઉંચાઈઓ સર કરી રહ્યું છે"
"અંકલેશ્વરથી વાપી સુધી કેમિકલની ફેક્ટરીઓ ઉભી કરી"
"સાણંદનો દરેક ખેડૂત આજે ખુશ છે"
"ખેડૂત ચાર બંગડીવાળી ગાડી ચલાવતો થઈ ગયો"
"મોટી કંપનીઓ ગુજરાતમાં આવી"
"કોંગ્રેસને વિકાસ ગમતો નથી"
"મેન્યુફેક્ચરનું હબ બન્યું ગુજરાત"
"રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા થોડું લેશન કરીને આવે"
"કોંગ્રેસને વિકાસનો 'વ' પણ નથી આવડતો"
"કૃષિ વિકાસ દર સતત વધતો રહ્યો"
"મને પાડી દેવા કોંગ્રેસે ચાલ રચી"
"કોંગ્રેસ ગુજરાતનું અપમાન કરે છે"
"પાકિસ્તાન સાથે આપણી રોજની મુસીબતો"

પંચમહાલના-કાલોલમાં PM મોદીએ શું કહ્યું?

PM મોદીનું મિશન 150+
પંચમહાલના કાલોલથી PM મોદીનું સભાને સંબોધન
"પંચમહાલે તો આજે કમાલ કરી નાખી"
"ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ પર પહોંચ્યું છે"
"કોંગ્રેસ પોતાની જૂની આદતો છોડી નથી શકતી"
"દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી"
"દેશમાંથી કોંગ્રેસ એના પાપે થઈ ખતમ"
"કોંગ્રસને નથી ખબર કે દેશનો મિજાજ બદલાયો છે"
"કોંગ્રેસ પાર્ટીએ ભાઈ-ભાઈ અને સમાજ વચ્ચે ભાગલા પડાવ્યા"
વિકાસ માટે સમાજમાં એકતા જરૂરીઃ PM મોદી
"ભાજપ આવતા હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારો વધ્યો"
"શાંતિ, સલામતિ અને સદ્દભાવના એ જ ભાજપનો મંત્ર"
"અમે ગામડે-ગામડે પહોંચાડી વીજળી"
"કોંગ્રેસે 4 પેઢીઓનો હિસાબ દેશને આપવો જોઈએ"

વડોદરામાં PM મોદીએ શું કહ્યું?

PM મોદીનું મિશન 150+
વડોદરામાં PM મોદીનું જનસભાને સંબોધન
"PMએ વડોદરાનો માન્યો આભાર"
"લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ માન્યો આભાર"
"તમે મને વડાપ્રધાન બનાવ્યો"
"તમારી રજા લઈને મેં બનારસની બેઠક પસંદ કરી"
"હું તો તમારો જ છું"
"મારા જીવનના મહત્વપૂર્ણ દિવસો મેં વડોદરામાં વિતાવ્યા"
"યુપીમાં કમળ સોળે કળાએ ખીલ્યું"
"શાંતિ, સલામતિ અને સદ્દભાવનાનું મોડલ"
"અમારી વખતે યાત્રાળુઓ પર હુમલો કરનારાને ઠાર માર્યા"
"કાશ્મીરમાં આતંકીઓની ડબલ સેન્ચ્યુરી પૂરી કરી"
"આતંકીની લીડરશીપ લેનારાને ઠાર માર્યા"
"કોંગ્રેસે આતંકીઓ સામે પગલાં ના લીધા"
"એક વો ભી સરકાર થી, એક યે ભી સરકાર હૈ"
"ઉરીમાં આતંકી હુમલાનો લીધો બદલો"
"ભારતીય સેનાએ વિશ્વમાં અજોડ પરાક્રમ કર્યું"
First published: