#વડાપ્રધાન નરેન્દ્ર મોદી અતૂલ્ય ભારત અભિયાનનો નવો ચહેરો બનશે. પર્યટન મંત્રાલયે છેવટે આ અભિયાનને અમિતાભ બચ્ચ કે અન્ય કોઇ બોલીવુડ ચહેરાને લેવાની યોજનાને પડતી મુકી છે. આ વર્ષે જ આમિર ખાનને આ અભિયાનના ચહેરામાંથી પડતો મુકાયો હતો અને અમિતાભને લેવાનું લગભગ નક્કી હતું. પરંતુ છેવટે હવે મોદી બનશે અભિયાનનો નવો ચહેરો.

નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદી અતૂલ્ય ભારત અભિયાનનો નવો ચહેરો બનશે. પર્યટન મંત્રાલયે છેવટે આ અભિયાનને અમિતાભ બચ્ચ કે અન્ય કોઇ બોલીવુડ ચહેરાને લેવાની યોજનાને પડતી મુકી છે. આ વર્ષે જ આમિર ખાનને આ અભિયાનના ચહેરામાંથી પડતો મુકાયો હતો અને અમિતાભને લેવાનું લગભગ નક્કી હતું. પરંતુ છેવટે હવે મોદી બનશે અભિયાનનો નવો ચહેરો.
પર્યટન મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું કે હવે આ અભિયાનને બોલીવુડના કોઇ અભિનેતાને નહીં લેવામાં આવે. વિદેશી પર્યટકોને આકર્ષિત કરવા માટે આ અભિયાનમાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન મોદીના એ વીડિયો ફૂટેજનો ઉપયોગ કરવામાં આવશે જેમાં વડાપ્રધાને દેશ અને વિદેશમાં પર્યટન અંગે વાત કરી છે.
અધિકારીએ કહ્યું કે, મંત્રાલય બે પ્રકારના વીડિયો રેડિયો અને ઓડિયોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં મોદી દેશના વિભિન્ન સ્થાનોની વિશેષતાઓ અને વિવિધતાઓની વાત કરી રહ્યા છે.
જોકે હાલમાં આ વીડિયો ફૂટેજની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. આ અભિયાન આગામી દોઢ મહિનામાં જાહેર કરાશે. ભારતીય પર્યટન સીઝનની શરૂઆત અનુકૂળ મોસમ તથા ક્રિસમસની રજાઓ અને નવા વર્ષના આગમનને લીધે નવેમ્બર અંત સુધી શરૂ થાય છે.