Home /News /gujarat /PM નરેન્દ્ર મોદીએ કહ્યું,'હું CM હતો ત્યારે ભારત સરકારને ચીઠ્ઠી લખતો હતો પરંતુ મારું કોઈ સાંભળતુ ન હતું'
PM નરેન્દ્ર મોદીએ કહ્યું,'હું CM હતો ત્યારે ભારત સરકારને ચીઠ્ઠી લખતો હતો પરંતુ મારું કોઈ સાંભળતુ ન હતું'
કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.
PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશભરના લાખો સ્થળો પરના ખેડૂતો આજે મહાત્મા મંદિરમાં જોડાયા છે, હું તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંને આત્મનિર્ભર થયું ખુબ જ જરૂરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi Gujarat Visit)આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાજકોટમાં જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો હું માથું ઝુકાવીને બધા નાગરિકોને પ્રણામ કરું છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી છે, સમાજ માટે જીવવાની વાતો શીખવાડી છે તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી. PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગર (Gandhinagar)ના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે કલોલના નેનો યુરિયા પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ (Digital launch of nano urea plant) કર્યા બાદકહ્યું, 'દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાંટ બનશે'. ત્યાં જ તેમણે ગુજરાતના મુંખ્યમંત્રી હતા ત્યારેના પણ સંસ્મરણોને યાદ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશભરના લાખો સ્થળો પરના ખેડૂતો આજે મહાત્મા મંદિરમાં જોડાયા છે, હું તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંને આત્મનિર્ભર થયું ખુબ જ જરૂરી છે. એટલા માટે અમે આજે મોડલ કો-ઓપરેટીવ વિલેજ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના 6 ગામડાં નક્કી કરાયા છે જ્યાં સંપૂર્ણપણે કો-ઓપરેટીવ વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે.
હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે ભારત સરકારને સહકારી ક્ષેત્રો માટે ચીઠ્ઠી લખતો હતો પરંતુ મારું કોઈ સાંભળતુ ન હતું.: @narendramodipic.twitter.com/77L7gDL7JU
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણે પહેલા ભારતમાં વિદેશોથી યુરિયા મંગાવતા હતા. એક બે યુરિયા રૂ.3500માં પડે છે. ખેડૂતોને એ જ બેગ 300 રૂપિયામાં આપવામાં આવે છે. ખાતરના ઉપયોગમાં ભારત બીજા નંબરે છે. એક સમયે ખાતરની કાળાબજારી થતી હતી. છતા ખાતરનું સંકટ ઉભું થવા દીધું નથી. કેન્દ્ર સરકારે ગત વર્ષે 1 લાખ 60 હજાર કરોડની સબસીડી આપી છે. દેશના ખેડૂતોને જે પણ જરૂરિયાત છે તેને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને ખેડૂતોના હિતમાં અનેક પ્રકારના નિર્ણયો લઇ રહી છે.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, હું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પર હતો ત્યારે હું ભારત સરકારને સહકાર ક્ષેત્રે અનેક ચિઠ્ઠીઓ લખતો હતો પરંતુ ત્યારે મારી વાત કોઇ સાંભળતું નહતું. પરંતુ જ્યારે હું કેન્દ્રમાં આવ્યો ત્યારે મેં દેશમાં લોકોની માંગ પર અલગથી સહકાર મંંત્રાલયની રચના કરી અને આ અંતર્ગત ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે જેનો સીધો લાભ પશુપાલકો અને ખેડૂતોને મળ્યો છે.
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે. મોદી સરકારમાં સહકાર મંત્રાલયની રચના થઈ છે. ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે. જ્યારથી સહકારી ક્ષેત્રે જોડાયા ત્યારથી અલગ વિભાગની માગ હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અલગ મંત્રાલયની રચના થઈ છે.