Home /News /gujarat /

મોદીના સંયમને નબળાઇ સમજવાની ભૂલ ન કરે પાકિસ્તાન: વોલ સ્ટ્રીટ

મોદીના સંયમને નબળાઇ સમજવાની ભૂલ ન કરે પાકિસ્તાન: વોલ સ્ટ્રીટ

અમેરિકાના એક જાણીતા મીડિયા હાઉસે પાકિસ્તાનને ટકોર કરતાં અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, ભારતની સંયમ રાખવાની રણનીતિને નબળાઇ સમજવાની પાકિસ્તાન ભૂલ ન કરે. સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, જો ઇસ્લામાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગના પ્રસ્તાવને રદ કરી દેશે તો આ દેશને એક અછૂત રાષ્ટ્ર બનવાની દિશામાં એક પગલું હશે.

અમેરિકાના એક જાણીતા મીડિયા હાઉસે પાકિસ્તાનને ટકોર કરતાં અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, ભારતની સંયમ રાખવાની રણનીતિને નબળાઇ સમજવાની પાકિસ્તાન ભૂલ ન કરે. સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, જો ઇસ્લામાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગના પ્રસ્તાવને રદ કરી દેશે તો આ દેશને એક અછૂત રાષ્ટ્ર બનવાની દિશામાં એક પગલું હશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વોશિંગ્ટન #અમેરિકાના એક જાણીતા મીડિયા હાઉસે પાકિસ્તાનને ટકોર કરતાં અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે, ભારતની સંયમ રાખવાની રણનીતિને નબળાઇ સમજવાની પાકિસ્તાન ભૂલ ન કરે. સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, જો ઇસ્લામાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગના પ્રસ્તાવને રદ કરી દેશે તો આ દેશને એક અછૂત રાષ્ટ્ર બનવાની દિશામાં એક પગલું હશે.

પાકિસ્તાન પોતાના પગે જ કુહાડી મારશે!

વોલ સ્ટ્રીટ જર્નલમાં મંગળવારે એક લેખમાં કહેવાયું છે કે, મોદી અત્યારે સંયમથી વર્તી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન સતત એને નબળાઇ સમજવાની કે ઓછું સમજવાની ભૂલ ન કરે. જો સહયોગનો મોદીનો પ્રસ્તાવ ઠુકરાવી દેવામાં આવે છે તો આ પાકિસ્તાનને વધુ રીતે બરબાદ રાષ્ટ્ર બનવાની દિશામાં કદમ હશે. લેખમાં અંગૂલી નિર્દેશ કરાયો છે કે, જો પાકિસ્તાની સેના સરહદ પાર હથિયાર અને આતંકી મોકલવાનું ચાલુ રાખે છે તો ભારતના વડાપ્રધાન પાસે કાર્યવાહી કરવા માટે ઠોસ કારણ રહેશે.

અગાઉની સરકારો સાહસ કરતી ન હતી

વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું કે, આતંકવાદના મુદ્દા પર નૈતિકતાપૂર્ણ વ્યવહાર કરવા માટે ભારતનો સન્માનજનક દરજ્જો છે. પરંતુ અગાઉની કોંગ્રેસ અને ભાજપની સરકારો સ્પષ્ટ રીતે એ દર્શાવવાનું સાહસ કરતી ન હતી.

મોદીના નિર્ણયની પ્રશંસા

વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું કે, આ કારણે રણનીતિ સંયમની નીતિ બની હતી જેનો અર્થ એ થયો કે પાકિસ્તાન પરદા પાછળ એની આતંકવાદી ગતિવિધિઓ માટે ક્યારેય જવાબદાર સાબિત નહીં થાય, ભલે આતંકવાદી હુમલો કેટલો પણ જધન્ય કેમ ન હોય, સમાચાર પત્રએ કોઇ પણ સૈન્ય કાર્યવાહી ન કરવાના નિર્ણય માટે મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, જોકે એમણે સૈન્ય કાર્યવાહી ના કરી પરંતુ જે રીતે આતંર રાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને અલગ પાડી દેવાનો સંકલ્પ લીધો છે એ અસરકર્તા છે.

ભારતની સંયમનીતિ, નબળાઇ નહીં

1960ના સિંધુ જળ કરારને રદ કરવા મામલે વિચાર કરી રહ્યા છે. ઉપરાંત વ્યાપારમાં સૌથી મહત્વના રાષ્ટ્રનો દરજ્જો પણ પાકિસ્તાન પાસેથી પરત લઇ શકે છે. પાકિસ્તાનને 1996માં આ દરજ્જો આપવામાં આવ્યો હતો. જેની ક્યારેય સમીક્ષા કરવામાં આવી નથી. સ્ટિમ્સન સેન્ટરના સાઉથ એશિયા કાર્યક્રમના ઉપનિર્દેશક સમીર લાલવાનીએ ફોરેન અફેયર્સમાં પ્રકાશિત એક લેખમાં કહ્યું કે, ઉરી હુમલાને ધ્યાને લેતાં ભારતીય નીતિ મોટી સૈન્ય કાર્યવાહી કરતાં રોકી રહી છે.

યુધ્ધ કારગત રહેશે કે નહીં

લાલવાનીએ કહ્યું કે, પરંતુ આ કાર્યવાહી માટે દલીલો ભલે યોગ્ય ન હોય પરંતુ મોટી ચર્ચાનો વિષય છે. તેમણે કહ્યું કે, મોટી સૈન્ય કાર્યવાહી બદલાની ભાવનાને સંતુષ્ટ કરી શકે છે પરંતુ એ સ્પષ્ટ નથી કે તે ભારત સરકારના રાજનીતિજ્ઞ હિતો, વિશ્વસનિયતા, પ્રતિષ્ઠાના સંદર્ભમાં કારગત હશે કે નહીં.

વિશ્વના દેશોને રાજી કરે

કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશન પીસના જ્યોર્જ પેરકોવિચે કહ્યું કે, પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં લક્ષ્યો વિરૂધ્ધ નાના નાના સ્તરે જેવા સાથે તેવાની કાર્યવાહીને બદલે ભારત માટે એ સારૂ રહેશે કે તે પાકિસ્તાનને દંડિત કરવા માટે રાજનીતિજ્ઞ અને આર્થિક દબાણ લાવવા માટે વિશ્વના દેશોને રાજી કરે.
First published:

Tags: ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, પાકિસ્તાન, ભારત

આગામી સમાચાર