નવી દિલ્હી #આજે ફરી એકવાર બે દિગ્ગજો ઉત્તરપ્રદેશમાં આમને સામને ટકરાશે. પીએમ મોદી અને રાહુલ ગાંધી આજે યૂપીમાં જાહેર સભાને સંબોધશે. નોટબંધી બાદ પહેલી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીમાં જશે તો રાહુલ ગાંધી નોટબંધીની વિરૂધ્ધમાં બહરાઇચમાં જનાક્રોશ રેલીને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તારમાં 20 હજાર બુથ લેવલ કાર્યકરોને સંબોધશે. આ ઉપરાંત પીએમની ડોક્યુમેન્ટ્રી પણ બનાવાશે જે યૂપી ચૂંટણી દરમિયાન ધારાસભ્યો, સાંસદો અને કાર્યકરો પોતાના વિસ્તારમાં જનતાને બતાવશે.
વડાપ્રધાન આજે ચાર યોજનાઓનો શિલાન્યાસ કરશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા પ્રભારી હરિશચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે, વડાપ્રધાન વિશેષ વિમાન મારફતે ગુરૂવારે સવારે 10-35 કલાકે બાબતપુર અરપોર્ટ આવશે ત્યાંથી હેલિકોપ્ટર મારફતે બીએચયૂ જશે. સ્વતંત્રતા ભવન પહોંચી પંડિત મદન મોહન માલવીય કેન્સર સેન્ટર અને શતાબ્ધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે.