ન્યૂઝ18 ગુજરાતી: લવ એટ ફર્સ્ટ સાઇટ તો આપણે સાંભળ્યું જ છે પરંતુ લવ એટ ફર્સ્ટ કમેન્ટ અંગે તો તમે સાંભળ્યું જ નહીં હોય. આપણે જે કિસ્સાની વાત કરવા જઇ રહ્યાં છીએ તેની હાલ સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચા થઇ રહી છે. આ આખા કિસ્સામાં પ્રેમની સાથે સાથે પીએમ મોદી પણ સામેલ છે. વાત એમ છે કે પીએમ મોદીને કારણે જય દવે નાંમના વ્યક્તિએ પોતાની કોમેન્ટ લાઇક કરનારી છોકીરી સાથે લગ્ન કર્યાં.
ગુજરાતના જય દવે સોશિયલ સાઈટ પર લગ્ન બાદ પોસ્ટ કરી, કે અમે બંનેએ તમારા કારણે લગ્ન કર્યાં મોદીજી. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયેલી પોસ્ટમાં જય દવેએ પીએમ મોદીને ટેગ પણ કર્યાં છે. જે પછી આ પોસ્ટ ધણી જ વાઈરલ થઇ હતી, તેથી જયે તેને ડિલીટ પણ કરી નાખી.પરંતુ તેણે ડિલીટ કરાયેલ પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું, કે બીજી પોસ્ટ ડિલીટ કરતાં આ પોસ્ટ ભૂલથી ડિલીટ થઇ ગઇ હતી.
જય દવેનાં ટ્વિટર હેન્ડલમાં કરાયેલ પોસ્ટ પ્રમાણે જય દવેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'પ્રિય નરેન્દ્ર મોદીજી અમારા લગ્ન તમારા કારણે જ થયા છે. મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા પક્ષમાં એક ટિપ્પણી કરી હતી. જેને અમારા જ સંસદીય વિસ્તારમાં રહેતી એક ખુબસુરત યુવતીએ લાઈક કરી.
આ એક પોસ્ટ બાદ અમારા બંનેમાં વાતચીત થવા લાગી. નીકટતા વધી તો અમે એકબીજાને મળ્યાં. મુલાકાત બાદ ખબર પડી કે અમારા વિચારો મળે છે. અમે તમારા સમર્થક છીએ. બંને દેશ માટે જીવવા માંગીએ છીએ. આ સાથે અમે નિર્ણય લીધો કે અમે બંને એક સાથે મળીને કામ કરીશું. આ વિચાર બાદ બંનેએ લગ્ન કરી લીધા.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર