Home /News /gujarat /

નોટબંધી: વડાપ્રધાને કોંગ્રેસ સામે તાક્યું નિશાન, કહ્યું-એમના માટે પક્ષ મોટો અમારા માટે દેશ

નોટબંધી: વડાપ્રધાને કોંગ્રેસ સામે તાક્યું નિશાન, કહ્યું-એમના માટે પક્ષ મોટો અમારા માટે દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નોટબંધીના નિર્ણયની તરફેણ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, નોટબંધીથી બ્લેક મની અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડાઇ લડવામાં મદદ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નોટબંધીના નિર્ણયની તરફેણ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, નોટબંધીથી બ્લેક મની અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડાઇ લડવામાં મદદ મળશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નોટબંધીના નિર્ણયની તરફેણ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, નોટબંધીથી બ્લેક મની અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડાઇ લડવામાં મદદ મળશે.

નોટબંધી લાગુ કરવી જરૂરી

ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1971માં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. કારણ કે એ વખતે આ નિર્ણયની જરૂરત હતી. કંઇક એ જ રીતે આ સમયે પણ નોટબંધીને લાગુ કરવી જરૂરી બન્યું હતું.

ડિજીટલ ચુકવણીથી પારદર્શિતા

વડાપ્રધાને કહ્યું કે, જો આપણે દેશમાં ભ્રષ્ટાચાર અને બ્લેક મનીને મૂળથી ખતમ કરવો હશે તો નોટબંધીને અમલમાં લાવવી જ પડશે. સમય આવી ગયો છે કે, ડિજીટલ ચુકવણીથી પારદર્શિતા આવશે. વર્તમાન સ્થિતિમાં ડિજીટલ ચુકવણી આપણી જીવનશૈલી હોવી જોઇએ.

ચર્ચાથી ભાગે છે કોંગ્રેસ

વડાપ્રધાને કોંગ્રેસ સામે નિશાન તાકતાં કહ્યું કે, તેઓ જાણી જોઇને નોટબંધી મુદ્દે દેશને ગુમરાહ કરવા ઇચ્છે છે. સંસદમાં હંગામો કરી ચર્ચાથી દુર ભાગવા ઇચ્છે છે. કોંગ્રેસ માટે પક્ષ મોટો છે અને અમારા માટે દેશ. પીએમએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ નિશાને લેતાં કહ્યું કે, કેજરીવાલ તો સેનાથી પણ પુરાવા માંગી રહ્યા છે. એવામાં જો તેઓ નોટબંધી માટે કંઇ વાત કરે તો એમની વાતથી ગંભીર થવાની જરૂર નથી.

ડિજીટલ ચુકવણીને પ્રોત્સાહન

સરકાર તરફથી ડિજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ અંતર્ગત ગ્રાહકો અને વેપારીઓ માટે બે યોજનાઓની શરૂઆતનો પણ પીએમ નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ઓનલાઇન 50 રૂપિયાથી લઇને વધુમાં વધુ 3000 રૂપિયા સુધીની લેણદેણ પર લકી ગ્રાહક યોજના અંતર્ગત રોજ અને સાપ્તાહિક ડ્રો યોજનામાં વધુમાં વધુ એક લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે.

સામાન્ય લોકોને થશે ફાયદો

ડિજી ધન યોજના વ્યાપારીઓ માટે લાવવામાં આવી છે. એને વધુમાં વધુ 50 હજારનું ઇનામ આપવામાં આવશે. આ યોજના 25 ડિસેમ્બરથી શરૂ કરાશે અને આગામી વર્ષે 14 એપ્રિલ સુધી ચાલશે. 14 એપ્રિલે ગ્રાહકોને મહા પુરસ્કાર ક્રમશે એક કરોડ, 50 લાખ અને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે વેપારીઓને 50 લાખ, 25 લાખ અને 5 લાખ આપવામાં આવશે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, નોટબંધી, ભાજપ, લોકસભા, વડાપ્રધાન

આગામી સમાચાર