Home /News /gujarat /

30મી મેએ શપથ પહેલા PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત

30મી મેએ શપથ પહેલા PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત

વડાપ્રધાન પદની શપથ પહેલા આવી શકે છે ગુજરાત.

ખબર પ્રમાણે નરેન્દ્ર મોદી 30 મેનાં રોજ વડાપ્રધાન પદની શપથ લઇ શકે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ કલાકે કેબિનેટની મિટીંગ બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આજે જ રાજીનામું આપી શકે છે. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નરેન્દ્ર મોદીને ફરીથી સરકાર બનાવવા માટે આમંત્રિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેનાં રોજ ફરીથી વડાપ્રધાન પદનાં શપથ લેશે.

    મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી ફરીથી વડાપ્રધાન પદનાં શપથ ગ્રહણ કરશે તે પહેલા અમિત શાહ અને વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે.

    30મીએ લઇ શકે છે ફરી શપથ

    CNN-News18ની ખબર પ્રમાણે નરેન્દ્ર મોદી 30 મેનાં રોજ વડાપ્રધાન પદની શપથ લઇ શકે છે. જે પહેલા મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લઇ શકે છે. પીએમ 28 મેનાં રોજ વારાણસી જવાના છે.

     આ પણ વાંચો : દેશના અખબારોની નજરે મોદીનો વિજય, ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું - Modi 2.024

    ગુજરાતમાં ભવ્ય ઉજવણી થશે

    પીએમ મોદી વારાણસી સાથે ગુજરાતની મુલાકાતે પણ આવી શકે છે. તેઓ વડાપ્રધાન પદની શપશ પહેલા માતા હીરાબાનાં આશીર્વાદ લઇ શકે છે. મહત્વનું છે કે અમિત શાહ પણ ગુજરાતની મુલાકાત લેશે. અમિત શાહની જંગી મતોથી જીત્યા બાદ પહેલીવાર ગુજરાત આવવાનાં છે. તેઓ અહીં આવીને કાર્યકર્તાઓનાં ઉત્સાહમાં વધારો કરશે અને ભવ્ય ઉજવણી પણ કરવાનાં સમાચાર મળી રહ્યાં છે.

     આ પણ વાંચો : વિદેશી મીડિયામાં છવાઈ મોદીની જીત, CNNએ કહ્યું દેશના રક્ષકને જનતાએ જીતાડ્યા

    મહત્વનું છે કે કેબિનેટ મીટિંગ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમનાં ઘરે પહોંચ્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Amit shah, અમદાવાદ, ગુજરાત, પીએમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર