Home /News /gujarat /

PM મોદીએ લુણાવાડામાં કહ્યું- જેને દેશે ના સ્વીકાર્યો એને ગુજરાત સ્વીકારે?

PM મોદીએ લુણાવાડામાં કહ્યું- જેને દેશે ના સ્વીકાર્યો એને ગુજરાત સ્વીકારે?

ગુજરાતમાં હાલમાં પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓની 89 બેઠકોનું મતદાન શરૂ છે. તેવામાં બીજી બાજુ નરેન્દ્ર મોદી બીજા તબક્કાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલના લુણાવાડામાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ લુણાવાડમાં કહ્યું કે, કોંગ્રેસમાં નિરાશા જોવા મળી છે, તેમને કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે જુઠ્ઠાણાઓનો વરસાદ કરી દીધો છે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, મોદીએ વિકાસને આગળ ધરતા કહ્યું હતું કે, ગુજરાતનો એક જ મંત્ર વિકાસ છે અને જેના થકી કોંગ્રેસના સૂપડા સાફ થઈ જવાના છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસે મુસ્લિમોને પણ લોલીપોપ આપી છે. નરેન્દ્ર મોદીએ આ સભામાં પણ પોતાને અપશબ્દો કહ્યાં હોવાનો બળાપો કાઢતા કહ્યું કે, કોંગ્રેસ નિરાશ છે, તેથી મને અપશબ્દો કહી રહી છે. કોંગ્રેસે ગુજરાતના સંતાનનું અપમાન કર્યું છે. જેથી કોંગ્રેસને ગુજરાતની જનતા માફ કરશ નહી. મોદીએ કહ્યું કે, જેને દેશે ના સ્વીકાર્યો તેને ગુજરાત સ્વીકારશે ખરૂ?

નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણ ટૂંકમાં
પંચમહાલઃ લુણાવાડામાં PM મોદીએ જનસભા સંબોધી
"કોંગ્રેસમાં નિરાશા જોવા મળી રહી છે"
"આ ચૂંટણીમાં જુઠ્ઠાણાઓનો વરસાદ થયો છે"
"ગુજરાતના મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ"
"દરેક જગ્યાએથી કોંગ્રેસના સૂંપડા સાફ"
"માત્ર વિકાસએ જ ભાજપનો મંત્ર"
"મુસ્લિમોને પણ કોંગ્રેસે લોલીલોપ આપી"
"કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે"
"ભારત દેશ મારા માતા-પિતા છે"
"શું ગુજરાતમાં અફઝલને પેદા કરવા છે ?"
"શું દેશની સેના બળાત્કારી છે ?"
"કોંગ્રેસે ગુજરાતના સંતાનનું કર્યું અપમાન"
"કોંગ્રેસ નિરાશ હોવાથી મને અપશબ્દો કહે છે"
"જેને દેશ ના સ્વીકાર્યો એને ગુજરાત સ્વીકારે ?"
First published:

Tags: Assembly election 2017, Gujarat Electioin 2017, કોંગ્રેસ, ગુજરાત, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી

આગામી સમાચાર