Home /News /gujarat /કાનપુરમાં પરિવર્તનનો હૂંકાર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચુસ્ત બંદોબસ્ત, જાણો શું છે કાર્યક્રમ

કાનપુરમાં પરિવર્તનનો હૂંકાર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચુસ્ત બંદોબસ્ત, જાણો શું છે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધન કરશે. પીએમ મોદીની આ રેલીને પગલે શહેરના નિરાલાનગર સ્થિત રેલવે મેદાન આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધન કરશે. પીએમ મોદીની આ રેલીને પગલે શહેરના નિરાલાનગર સ્થિત રેલવે મેદાન આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધન કરશે. પીએમ મોદીની આ રેલીને પગલે શહેરના નિરાલાનગર સ્થિત રેલવે મેદાન આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ત્રણ દિવસ પહેલા જ રેલી ગ્રાઉન્ડને એસપીજીએ પોતાના કંટ્રોલમાં લઇ લીધુ હતું. દરમિયાન એડીજી સિક્યુરીટી ભાવેશ કુમાર સિંહે પણ સુરક્ષાને લઇને મેદાનની મુલાકાત લીધી હતી.

ડીઆઇજી રાજેશ મોડકના અનુસાર, 8 કંપની સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સ, 8 કંપની પીએસ, 2000 કોન્સ્ટેબલ, 1000 ઇન્સ્પેક્ટર અને એસઆઇ ઉપરાંત 10 એસપી, 25 એએસપી અને 40 ડીએસપીની સુરક્ષા ગોઠવણ કરાઇ છે.

રેલી મેદાનમાં સુરક્ષા માટે 6 સીસીટીવી કેમેરા, 50 ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર અને 50 હેડહેલ્ડ મેટલ ડિટેક્ટરથી દરેક શખ્સ પર વોચ રખાશે. રેલી સ્થળે મીડિયાની એન્ટ્રી પર પણ વિશેષ નજર રખાશે.

વડાપ્રધાનના હેલિકોપ્ટરના ઉતરાણ વખતે શનિવારે જોરદાર ધુળ ઉડતાં એસપીજી અને પોલીસના હોશ ઉડી ગયા. એ બાદ રવિવારે 15 ટ્રેક્ટર છાણ લાવી હેલીપેડની આસપાસ લીંપણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનનો કાર્યક્રમ

--પીએમ સવારે 11-55 કલાકે કાનપુર એરપોર્ટ આવશે

--હેલિકોપ્ટર દ્વારા તે બપોરે 12-20 કલાકે રેલી ગ્રાઉન્ડ પહોંચશે

--કૌશલ વિકાસ પ્રદર્શનના ઉદઘાટન બાદ એક કલાક સુધી મંચ શોભવશે

--બપોરે 2-10 કલાકે પરત ફરશે
First published:

Tags: ઉત્તર પ્રદેશ, કાનપુર, નરેન્દ્ર મોદી, મિશન યૂપી 2017, વડાપ્રધાન, વિધાનસભા ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन