ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 30 પ્રોફેસરોએ PM મોદીની લીધી મુલાકાત
ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 30 પ્રોફેસરોએ PM મોદીની લીધી મુલાકાત
આ પ્રોફેસરો યુ.કે. ખાતે દસ દિવસની “ગ્લોબલ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશન સેક્ટર”ની તાલીમ લઈ પરત આવ્યા હતા અને પ્રધાનમંત્રીને તેમના યુ.કે. ખાતેના અનુભવોથી વાકેફ કર્યા હતા.
આ પ્રોફેસરો યુ.કે. ખાતે દસ દિવસની “ગ્લોબલ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશન સેક્ટર”ની તાલીમ લઈ પરત આવ્યા હતા અને પ્રધાનમંત્રીને તેમના યુ.કે. ખાતેના અનુભવોથી વાકેફ કર્યા હતા.
ગુજરાતના શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 30 પ્રોફેસરોએ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધી હતી.
આ પ્રોફેસરો યુ.કે. ખાતે દસ દિવસની “ગ્લોબલ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશન સેક્ટર”ની તાલીમ લઈ પરત આવ્યા હતા અને પ્રધાનમંત્રીને તેમના યુ.કે. ખાતેના અનુભવોથી વાકેફ કર્યા હતા. અંજુ શર્માએ આ તાલીમ કોર્સની ડિઝાઈન તૈયાર કરી હતી.
શર્માએ જણાવ્યું હતું કે, વિશ્વની બેસ્ટ શૈક્ષણિક પદ્ધતિનો દેશને અને ગુજરાતને વધુમાં વધુ કેવી રીતે લાભ મળી શકે તે હેતુથી ગુજરાત સરકાર અને યું.કે.ની સરકારના સંયુક્ત ઉપક્રમે આ તાલીમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. કુલ ચાર ફેસમાં આ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાતની ૧૧ જેટલી ખાનગી અને સરકારી યુનિવર્સિટીના 5000 પ્રોફેસરોને આ તાલીમ આપવામાં આવશે.
પ્રોફેસરોને આ તાલીમ આપવાથી યુ.કે. અને ભારતના નોલેજનું આદાન-પ્રદાન તો થશે જ પરંતુ તેની સાથો સાથ ૨૧મી સદીની ટેક્નોલોજી અને કુશળતાનો લાભ પણ દેશના અને ગુજરાતના યુવાનોને મળશે.
વડાપ્રધાન સાથેની બેઠક દરમિયાન શર્માએ તેમના સ્વાગત પ્રવચનમાં આ પ્રોગ્રામ વિશેની વિગતવાર માહિતી આપી હતી.
શીતલ ભરવાડ, નિયામક, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામ (યુ.કે.) અને બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશનર મી. જોફ વેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર