Home /News /gujarat /

નરેન્દ્ર મોદી ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમાનું રિવરફ્રન્ટ ખાતે અનાવરણ કરશે

નરેન્દ્ર મોદી ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમાનું રિવરફ્રન્ટ ખાતે અનાવરણ કરશે

વિક્રમ સારાભાઈ (ફાઇલ તસવીર)

મલ્લિકા સારાભાઇએ કહ્યું, “પપ્પાનું સેન્ટેનરી વર્ષ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આગ્રહ હતો કે, ડો. વિક્રમ સારાભાઇન પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાનનાં હસ્તે થાય.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનાં સ્પેસ પ્રોગ્રામનાં પિતા ગણાતા ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમાનું અનાવરણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરશે. વિક્રમ સારાભાઇની દીકરી અને ડાન્સર મલ્લિકા સારાભાઇએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આગ્રહને કારણે વડાપ્રધાન મોડી ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમાનું અનાવરણ કરશે.

    અત્રે એ ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિક અને સંશોધક ડો. વિક્રમ સારાભાઇની દીકરી મલ્લિકા સારાભાઇ નરેન્દ્ર મોદીનાં ટિકાકાર રહ્યા છે.  2016નાં વર્ષમાં મલ્લિકા સારાભાઇએ મોદીનો ઉધડો લીધો હતો. કેમ કે, વિક્રમ સારાભાઇનાં પત્ની અને તેમની માતા મૃણાલિની સારાભાઇના અવસાન સમયે નરેન્દ્ર મોદીએ શોક પણ વ્યક્ત નહોતો કર્યો અને એવું કહ્યું હતું કે, આ વર્તન મોદીની હેટ મેન્ટાલિટી દર્શાવે છે.

    મલ્લિકા સારાભાઇ ક્લાસિકલ ડાન્સર છે અને કર્મશીલ પણ છે. તેઓ 2009ની લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી એલ.કે અડવાણી સામે લડ્યા હતા અને હારી ગયા હતા. 2002નાં ગુજરાતનાં રમખાણો મામલે તેમણે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરી હતી.

    મલ્લિકા સારાભાઇએ કહ્યું, “પપ્પાનું સેન્ટેનરી વર્ષ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આગ્રહ હતો કે, ડો. વિક્રમ સારાભાઇન પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાનનાં હસ્તે થાય. વી.એસ. હોસ્પિટલનાં લોકાર્પણ કાર્યક્રમ પછી આ પ્રતિમાનું મોદી અનાવરણ કરશે. આ પ્રતિમા માટે અમે અમદાવાદ મહાનગરપાલિકાને જમીન આપી હતી. આ જગ્યા પપ્પાનો સ્ટુડિયો હતો પણ 1973નાં પૂરમાં તે તણાઇ ગયો હતો. આ પ્રતિમા જાણિતા શિલ્પકાર જસુબેન શિલ્પીનાં દીકરા ધૃવ શિલ્પીએ બનાવી છે.

    તેમણે વધુમાં ઉમેર્યુ કે, ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમા ઘડતી વખતે તેઓ કલાકો સુંધી શિલ્પકાર સાથે બેઠા હતા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: IIM-A, અમદાવાદ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन