દીપિકા ખુમાણ, અમદાવાદ : સાબરમતીના કિનારે આવેલો ગાંધી બાપુના આશ્રમ (Gandhi Sabarmati Ashram) પ્રત્યે પી.એમ. મોદીને (PM Modi) વિશેષ લગાવ છે. અહીં બાપુનો ચરખો, બાપુની દરેક તસવીરો અને બાપુના જીવનની પળેપળની કહાની આજેય જીવંત છે. જયારે જયારે વડાપ્રધાન ગાંધી આશ્રમ આવ્યા છે, ત્યારે ત્યારે ગાંધી બાપુના આ સ્થળે દેશ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ગાંધી સાથે સંકળાયેલી સ્મૃત્તિઓ, પ્રદર્શની સાથે અહીં ગાંધી બાપુની તસવીરો પર આઝાદીની ચળવળો અહીં એ પ્રકારે મૂકવામાં આવી છે કે આવનાર વ્યક્તિ આજેય બાપુ હયાત હોય તેવો ભાસ થાય છે અહીં નિરવ શાંતિનો અનુભવ થાય છે એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગાંધી આશ્રમની આ દિવ્યતાને પામવા વારંવાર અહીં આવવાનું પસંદ કરે છે. વડાપ્રધાન જ્યારે અન્ય દેશનાં પીએમ અને ડેલિગેશનને લઈને આવે છે ત્યારે તેઓ અચૂક ગાંધી આશ્રમની મુલાકાત લે છે. આખોય દેશ મહાત્મા ગાંધીજીની 150મી (GandhiJayanti) જન્મજંયતિ ઉજવી રહ્યો છે,ત્યારે વડાપ્રધાન (PM Modi) ફરી એક વાર ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સરકારે સાબરમતી આશ્રમના વિકાસ માટે રૂપિયા 60 કરોડની ગ્રાન્ટ આપી છે.
આશ્રમને મળી 60 કરોડની ગ્રાન્ટ
દેશના આઝાદી અપાવનાર ગાંધીજીને વડાપ્રધાન પ્રેરણારૂપ માને છે. સ્વચ્છતા અભિયાનની વાત હોય કે પછી ખાદીને અપનાવવાની વાત હોય વડાપ્રધાનના દિલમાં ગાંધીજી પ્રત્યે વિશેષ પ્રેમ છે, એટલે જ આજેય વડાપ્રધાનનો પ્રેમ ગાંધી આશ્રમના વિકાસમાં ઝલકે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગાંધીજીની 150મી જન્મજંયતિ પ્રસંગે ગાંધી આશ્રમને રૂ. 60 કરોડની ગ્રાન્ટ આપી છે. જેને લઈને આશ્રમમાં આગમી સમયમાં 'આશ્રમ વૉક શરુ કરવામાં આવશે, એટલું જ નહીં આશ્રમમાં નવીનીકરણ થશે. ગાંધી બાપુના આર્કાઈ્વ્ઝની પણ યોગ્ય રીતે જાળવણી થશે.આ અંગે ગાંધી આશ્રમ મેમૉરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર અતુલ પંડયાના કહેવા પ્રમાણે આ વર્ષે તેમણે ગાંધીનાં આર્કાઇવ્ઝની જાળવણી માટે એક પરિપત્ર તૈયાર કર્યો હતો જેને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા પાસ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કુલ 60 કરોડની ગ્રાન્ટ આ વર્ષે ફાળવવામાં આવી છે જે બાદ હવે આશ્રમનો સંપૂર્ણ વિકાસ થશે.
2012માં તત્કાલિન CM મોદીએ 287 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો
વર્ષ 2012માં ગુજરાતનાં તત્કાલાનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમને પૂર્નજીવિત કરવા માટે કેન્દ્રની સહાયથી 287 કરો રૂ.નો પ્રૉજેક્ટ તૈયાર કર્યો હતો. તે સમયે પ્રૉજેક્ટની મંજૂરી માટે તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે આપી હતી. પી.એમ. મોદીના ગાંધી પ્રેમ વિશે ઈતિહાસકાર રિઝવાન કાદરી કહે છે કે વડાપ્રધાન ગાંધીજીને અનુસરે છે.ગાંધીજીએ 'ખાદી ફોર નેશન' સૂત્ર અપનાવેલું જ્યારે મોદીજીએ 'ખાદી ફોર ફેશન' અપનાવીને દેશના યુવાઓને પણ જાગૃત કર્યા છે. સ્વચ્છતા આગ્રહી ગાંધીજીની વાતો અને વિચારો પરથી જ મોદીજીએ દેશ તથા વિશ્વ કક્ષાએ સ્વચ્છતાનો સંદેશ પહોંચાડયો છે.
આવતીકાલે ફરી એ દિવસ બનશે જ્યારે વડાપ્રધાન મોદી અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અહીં અનેક કાર્યક્રમો યોજાશે જેમાં ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ દેશ વિદેશની નજર રહેશે. અત્યારસુધી ગાંધી આશ્રમની મુલાકાત લેનાર એ તમામ મુલાકાતીઓ માટે આ ક્ષણ અતિ મહત્વની બની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર