ગુજરાત વતનમાં મોદીનું ભવ્ય સ્વાગત કરાયું જીએમડીસીમાં પંચાયત મહાસંમેલન યોજાયું આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા ગુજરાતના (Gujarat) પનોતા પુત્ર અને લોકલાડીલા એવા પ્રધાનમંત્રી (Prime Minister) શ્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' (Shree Kamalam) સુધી ભવ્યાતિભવ્ય રોડ-શો (Road Show) યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા PM પહોંચ્યા ગુજરાત વતનમાં મોદીનું ભવ્ય સ્વાગત કરાયું જીએમડીસીમાં પંચાયત મહાસંમેલન યોજાયું આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા ગુજરાતના (Gujarat) પનોતા પુત્ર અને લોકલાડીલા એવા પ્રધાનમંત્રી (Prime Minister) શ્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' (Shree Kamalam) સુધી ભવ્યાતિભવ્ય રોડ-શો (Road Show) યોજવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી (Airport) કમલમ સુધીના રોડ-શોમાં તેમની સાથે મુખ્યમંત્રી (Chief Minister) શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ પણ જોવા મળ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં (Open Jeep) જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. એરપોર્ટથી શ્રી કમલમ સુધીના રોડ-શોમાં મયુર ડાન્સ (Mayur Dance), કુચીપુડી (Kuchipudi), ભરતનાટ્યમ (Bharatnatyam) જેવી પ્રસ્તુતિથી પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદી શ્રી કમલમ પહોંચીને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. તેમજ પીએમ (PM) મોદીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોને ક્લાસ લીધા હતા. ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના (Election) પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હવે પ્રધાનમંત્રી શ્રી મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો (Election) વિજ્યોત્સવ મનાવવાની સાથે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે.
પ્રધાનમંત્રી (PM) મોદી રાજ્યભવનથી જીએમડીસીમાં (GMDC) ગુજરાત પંચાયત મહાસંમેલનમાં આવ્યા હતા. મોદીએ પંચાયતી રાજની કોફી ટેબલ (Coffee Table) બુકનું વિમોચન પણ કર્યું હતું. બાદમાં તેઓએ પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના (Gram Panchayat) સરપંચોનું (Sarpanch) પણ સન્માન કર્યું હતું. આ સાથે પીએમ મોદીએ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે મંજૂરી પણ આપી હતી.