Home /News /gujarat /

યાકૂબની ફાંસીનો બદલો લેવા અંડરવર્લ્ડ ડોન દાઉદે ભાજપ અને RSSના નેતાઓનું હિટલીસ્ટ તૈયાર કરાવ્યું!

મુંબઇઃ ગુજરાતના ભરૂચમાં ભાજપના બે નેતાઓની થયેલ હત્યા બાદ તે હત્યાકાંડની તપાસ કરી રહેલ એજન્સી NIA દ્વારા અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. તો ડી કપંનીના તમામ મેમ્બર વિરુદ્ધ એનઆઇએ શનીવારે ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરશે.તો દાઉદને લઈને એનઆયએ દ્વારા અનેક ખુલાસા કર્યા છે.1993 બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ફાંસી બાદ ઉશ્કેરાયેલા દાઉદ ભારતમાં ફરી દહેશત ફેલાવવા માગતો હતો. જાવેદ ચિકના અને જાઓએ બિજેપી અને RSSના નેતાઓની હિટલીસ્ટ તૈયાર કરી હતી.અને તેના ભાગરૂપે જ ભરૂચમાં આરએસએસ અને ભાજપના નેતા શિરીષ બંગાળી તેમજ પ્રગ્નેશ મિસ્ત્રીની 50 લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવી છે. NIA દાઉદ વિરુદ્ધ અલગથી ચાર્જશીટ ફાઈલ કરશે.

વધુ જુઓ ...
  • ETV
  • Last Updated :

મુંબઇને બૉમ્બ ધમાકાથી ડરાવનાર અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ ભારતમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવાનું ષડયંત્ર કરી રહ્યો હતો,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) નો દાવો છે કે પાકિસ્તાનમાં છૂપાઇને બેઠેલા આ અપરાધીનો નિશાનો ન માત્ર ધાર્મિક અને આરએસએસના નેતા હતા, પરંતુ તે ચર્ચો પર હુમલો કરવાની પણ યોજના બનાવી ચૂક્યો હતો.એનઆયએ શનિવારે ડી-કંપનીના 10 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે.એક માહિતી અનુસાર સમાચાર મળ્યા છે કે ડી-કંપનીના આ સભ્યોને મોદી સરકાર બન્યા પછી તરત જ ભારતમાં તણાવ ફેલાવવા, ચર્ચ અને RSS નેતાઓને નિશાનો બનાવવાનું કામ આપવામાં આવ્યુ હતુ.એક મોટા ષડયંત્ર હેઠળ દાઉદના શાર્પશૂટરોએ 2 નવેમ્બર 2015એ ગુજરાતમાં બે દક્ષિણપંથી નેતાઓ શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી દીધી હતી.

આ અપરાધ પછી પકડાયેલા શૂટર્સએ દાવો કર્યો હતો કે તેમણે 1993ના મુંબઇના સીરિયલ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ફાંસીનો બદલો લેવા માટે આ હત્યાઓને અંજામ આપ્યો હતો. જો કે, તપાસ દરમિયાન NIAને જાણવા મળ્યુ કે ડી-કંપનીના પાકિસ્તાનમાં રહેતા સદસ્ય જાવેદ ચિકના અને સાઉથ આફ્રિકા મૂળના જાહિદ મિયાં ઉર્ફ 'જાઓ' હિન્દૂ નેતાઓની હત્યામાં માસ્ટરમાઇન્ડ હતા.તેમની બીજા ધાર્મિક નેતાઓ અને ચર્ચો પર હુમલો કરવાની યોજના હતી જેથી દેશમાં તણાવ ફેલાવી શકે... તેમણે ભાજપ અને આરએસએસના નેતાઓની એક હિટલીસ્ટ પણ તૈયાર કરી હતી..

NIAએ હમણાં જ પાકિસ્તાનમાં હાજર ચિકનાને પકડીને ભારત લાવવા માટે ઇન્ટરપોલ પાસે મદદ માંગી હતી.આ સિવાય ભારતે પાકિસ્તાન, નેપાળ, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકાને જયુડિશિયલ રિક્વેસ્ટ પણ મોકલી હતી.સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે NIA પોતાની ચાર્જશીટમાં ડી-કંપનીના 10 સભ્યોના નામનો સમાવેશ કરશે. આ પૈકીના સાત સભ્ય હાજી પટેલ, મોહમ્મદ યૂનુસ શેખ, અબ્દુલ સામદ, આબિદ પટેલ, મોહમ્મદ અલ્તાફ, મોહસિન ખાન અને નિસાન અહેમદ ગયા વર્ષે પકડાઇ ગયા હતા.જણાવવામાં આવી રહ્યુ છે કે આબિદ પટેલ અને ચિકના ભાઇ છે અને પટેલને, મિસ્ત્રી અને બંગાળીને મારવા માટે 50 લાખ રૂપિયા મળ્યા હતા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પોતાની ચાર્જશીટમાં દાઉદનો સમાવેશ કરશે નહિં... તેના વિરુદ્ધ પુરાવા મળતા તેના નામની એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવશેએટલે કે તે ગાઉદ વિરુદ્ધ અલગ થી જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરશે. જણાવી દઇએ કે જાઓ અને ચિકનાની નવી તસવીરોની સાથે પહેલાથી જ રેડ કૉર્નર નૉટિસ જાહેર કરવામાં આવી ચૂકી છે. ચિકનાનું નામ 48 મોસ્ટ વૉન્ટેડ આંતકવાદીઓમાં શામિલ છે.આ યાદીમાં હાફિઝ સઇદ અને દાઉદનું નામ પણ છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, આરએસએસ, દાઉદ ઇબ્રાહિમ, નરેન્દ્ર મોદી, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन