રાહત: પેટ્રોલ પંપોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલુ રહેશે, 13મી બાદ લેવાશે નિર્ણય
રાહત: પેટ્રોલ પંપોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલુ રહેશે, 13મી બાદ લેવાશે નિર્ણય
પેટ્રોલ પંપ માલિકોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ઇંધણના વેચાણ પર લગાવાયેલ એમડીઆર મામલે વિરોધ આંદોલનનો મામલો હાલ પુરતો મોકૂફ રાખ્યો છે. 13મી સુધી સરકારે આ મામલે એમડીઆર લાગુ ના કરતાં પેટ્રોલ પંપ માલિકોએ આંદોલન અંગે હાલ પુરતો નિર્ણય મુલત્વી રાખ્યો છે.

નવી દિલ્હી #પેટ્રોલ પંપ માલિકોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ઇંધણના વેચાણ પર લગાવાયેલ એમડીઆર મામલે વિરોધ આંદોલનનો મામલો હાલ પુરતો મોકૂફ રાખ્યો છે. 13મી સુધી સરકારે આ મામલે એમડીઆર લાગુ ના કરતાં પેટ્રોલ પંપ માલિકોએ આંદોલન અંગે હાલ પુરતો નિર્ણય મુલત્વી રાખ્યો છે.
કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નોટબંધી બાદ કાર્ડથી ખરીદ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ગ્રાહકોની સુવિધા માટે માફ કર્યો હતો. પરંતુ 50 દિવસ માટે બેંકોએ પેટ્રોલ પંપ માલિક પર એમડીઆર લગાવવાની જાહેરાત કરતાં પેટ્રોલ પંપ માલિકોમાં ભારે રોષ ઉઠ્યો છે. પેટ્રોલ પંપ માલિકો દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવતાં છેવટે બેંક અને સરકાર જાગી છે.
આગામી 13 જાન્યુઆરી સુધી આ અમડીઆર સ્થગિત કરવામાં આવચાં પેટ્રોલ પંપ માલિકોએ પોતાનું આંદોલન હાલ પુરતું માંડી વાળ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર