Home /News /gujarat /પેટ્રોલ ડીઝલના ભાવે હવે હદ કરી! અમદાવાદમાં Petrol price 102.6 પર પહોંચી

પેટ્રોલ ડીઝલના ભાવે હવે હદ કરી! અમદાવાદમાં Petrol price 102.6 પર પહોંચી

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ

Petrol diesel price hike : ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં ઈંધણના ભાવમાં 14 વખત વધારો કરવામાં આવ્યો છે.

    Petrol-Diesel price hike: અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. આજે, રવિવાર, 17 ઓક્ટોબરે, (17 October Petrol-Diesel price) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે. તેથી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ (Ahmedabad Petrol-Diesel price) 102.6 પ્રતિ લિટર જ્યારે ડીઝલ 101.9 રૂપિયે પ્રતિ લિટર નોંધાયો છે.

    ડીઝલ દીલ્હી કરતાં પણ અમદાવાદમાં મોંઘુ

    IOCL દ્વારા આજે જાહેર કરાયેલા દર મુજબ, દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ (IOC) પંપ મુજબ પેટ્રોલ 105.84 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઇ રહ્યું છે. જ્યારે ડીઝલ 94.57 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે મળી રહ્યું છે. તો બીજી બાજુ ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ હવે સામાન્ય લોકોને રડાવી રહ્યા છે. આજે 17 ઓક્ટોબરે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 102.6 પ્રતિ લિટર છે જ્યારે ડીઝલ 101.9 રૂપિયે પ્રતિ લિટર છે. આ સાથે મહાનગર સુરતમાં પેટ્રોલનો ભાવ 102.4 નોંધાયો છે. જ્યારે ડીઝલનો ભાવ 101.8 રૂપિયે પ્રતિ લિટર છે. તો બીજી બાજુ અમદાવાદ અને સુરત કરતા પણ વધારે ભાવ અમરેલીમાં નોંધાયા છે. અમરેલીમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 103.3 છે જ્યારે પ્રતિ લિટર ડીઝલનો ભાવ 103.7 પહોંચ્યો છે.

    ઓક્ટોબરમાં પેટ્રોલમાં 4.15 રૂપિયાનો વધારો થયો

    ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં ઈંધણના ભાવમાં 14 વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માત્ર ત્રણ દિવસને બાદ કરતાં દરરોજ વધારો થયો છે. ઓક્ટોબરમાં જ પેટ્રોલ 4.15 રૂપિયા મોંઘું થયું છે, જ્યારે ડીઝલ 4.70 રૂપિયા વધી ગયું છે. કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 90 ડોલર સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલમાં વધારો થવાનો છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
    " isDesktop="true" id="1142598" >

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Diesel Price, Oil company, Petrol diesel price hike, Petrol price, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन