દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનાં ભાવમાં 40 પૈસા અને ડીઝલનાં ભાવમાં 37 પૈસાનો ઘટાડો નોંધાયો છે જે બાદ અહીં પેટ્રોલ 85.93 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ 77.96 રૂપિયે પ્રતિ લીટર થઇ ગયુ છે.
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં શનિવારે પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં શનિવારનાં પેટ્રોલનાં ભાવમાં 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે તો ડીઝલ પર 35 પૈસાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ પેટ્રોલનો ભાવ 77.47 રૂપિયા થઇ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 77.96 રૂપિયે પ્રતિ લીટર નોંધાયુ છે.
તો આ સાથે જ વડોદરામાં પેટ્રોલનો ભાવ 77.31 રૂપિયા અને ડીઝલનો ભાવ 77.90 રૂપિયા નોંધાયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 77.49 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 77.76 રૂપિયે પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં પેટ્રોલનો ભાવ 77.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 77. 82 રૂપિયે પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે
ગુજરાતનાં જામનગરમાં પેટ્રોલનો ભાવ 77.43 અને ડીઝલનો ભાવ 77.68 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ 77.63 અને ડીઝલનો ભાવ 77.90 રૂપિયા નોંધાયો છે.
Petrol&diesel prices in #Delhi today are Rs 80.45 per litre (decrease by Rs 0.40) & Rs 74.38 per litre (decrease by Rs 0.35), respectively. Petrol&diesel prices in #Mumbai today are Rs 85.93 per litre (decrease by Rs 0.40) & Rs 77.96 per litre (decrease by Rs 0.37), respectively. pic.twitter.com/lNbL1hq6Ui
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનાં ભાવમાં 40 પૈસા અને ડીઝલનાં ભાવમાં 37 પૈસાનો ઘટાડો નોંધાયો ચે જે બાદ અહીં પેટ્રોલ 85.93 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ 77.96 રૂપિયે પ્રતિ લીટર થઇ ગયુ છે.
શુક્રવારે પેટ્રોલનાં ભાવમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં 7 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. જે બાદથી દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ 86.33 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 78.33 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર