Home /News /gujarat /'ઢબુડી મા' ફરિયાદ બાદ ભૂગર્ભમાં, પોલીસ લઇ રહી છે પાડોશીઓનાં નિવેદન

'ઢબુડી મા' ફરિયાદ બાદ ભૂગર્ભમાં, પોલીસ લઇ રહી છે પાડોશીઓનાં નિવેદન

ઢબુડી મા ઉર્ફે ધનજી

'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં બોટાદનાં ભીખાભાઇ માણિયાએ ફરિયાદ નોંધાવી છે ત્યારથી જ ધનજી ઓડ ભૂગર્ભમાં જતો રહ્યો છે.

    નવીન ઝા, અમદાવાદ : 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં બોટાદનાં ભીખાભાઇ માણિયાએ ફરિયાદ નોંધાવી છે ત્યારથી જ ધનજી ઓડ ભૂગર્ભમાં જતો રહ્યો છે. આ અંગે ઢબુડી માનું નિવેદન લેવાનું છે ત્યારે હાલ ધનજી ઓડ સામે આવી નથી રહ્યો. પોલીસે તેને આ અંગે નોટિસ પણ આપી છે. ધનજીને પોતાની હકીકત બહાર આવે તેવી બીક લાગી રહી છે. ધરપકડથી બચવા માટે ધનજી ઓડે આગોતરા જામીન અરજી ગાંધીનગર કોર્ટમાં કરી છે. જેની સુનાવણી છઠ્ઠી તારીખે છે.

    પોલીસ ધનજીનાં પાડોશીઓનાં નિવેદન લઇ રહી છે

    હાલ પેથાપુર પોલીસ રૂપાલ ગામમાં ઢબુડી માતાનો જ્યાં દરબાર ભરાતો હતો એની બાજુનાં રહીશોની પૂછપરછ કરી રહી છે. તેમણે પાંચ લોકોનાં નિવેદન નોંધ્યા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં પોલીસે 4 લોકોના નિવેદન નોંધ્યા છે. અમદાવાદમાં ધનજીનાં ભાડાનાં બંગલાની આસપાસમાં રહેતા રહીશોનાં પણ નિવેદન નોંધ્યા છે.


    આ પણ વાંચો : 'ઢબુડી મા'નાં ભાડાનાં ઘરે લગાવી નોટિસ, અમદાવાદ ગ્રામ્ય ACPએ આપ્યાં તપાસનાં આદેશ

    શું હતી ધનજી સામે ફરિયાદ

    મહત્વનું છે કે બોટાદનાં ગઢડા શહેરમાં રહેતા ભીખાભાઇ માણિયાનાં 22 વર્ષીય દીકરાને કેન્સર થયું હતું. ભીખાભાઈ માણિયાએ પોતાના દીકરાને બચાવવા માટે દવા અને દુવા બંનેના રસ્તા અપનાવ્યા હતા. આવામાં કોઈએ તેમને ઢબુડી માતાનો સંપર્ક કરવા કહ્યું હતું. ઢબુડી માતા કેન્સરની તથા અન્ય બીમારી દૂર કરવાનો તથા નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરે છે. જેથી તેઓ ત્યાં ગયા હતાં. ઢબુડી માએ તેમના પુત્રની દવાઓ બંધ કરાવી દીધી હતી. જે બાદ તેનું મૃત્યું નીપજ્યું હતું. ઢબુડી માનો કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોઇપણ ઢબુડી માનાં ધતિંગમાં ન ફસાસો. કોઇપણ બીમારીમાં પહેલા ડોક્ટર જે કહે તે જ કરજો. મારા જેવી ભૂલ કોઇ ન કરતાં.

    આ પણ વાંચો : ઢોંગી 'ઢબુડી મા' મામલે પૂર્વ સેવકનો મોટો ખુલાસો, માતાજીના નામે કરોડોનો વેપલો કર્યો

    ધનજીએ ફરિયાદ બાદ શું કહ્યું હતું 

    પેથાપુરમાં થયેલી પોલીસ ફરિયાદ બાદ 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે મીડિયા સામે આવી કહ્યું હતું કે 'મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું, હું કોઈને ઢબુડી માતાનો દીવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. બે લાખ લોકો કહેશે ત્યારે ચૂંદડી હટાવીશ.' આ ઉપરાંત તેણે જણાવ્યું કે, આજે બોટાદમાં મારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદી મને મળ્યા નથી. જો તે મને ત્રણ વર્ષ પહેલા મળ્યા હોય તો પૂરવાર કરીને બતાવે. મેં દવા બંધ કરવાનું ક્યારેય કહ્યું નથી. આ શ્રદ્ધાનો વિષય છે. લોકો સામેથી આવે છે, હું કોઈને બોલાવતો નથી. મારા પ્રસાદમાંથી ગરીબો ભોજન લે છે. મારી પાસે એક કરોડનો બંગલો છે, 50 લાખનો બંગલો અને ગાડી છે તેવા આક્ષેપો થયા છે, તો તેને સાબિત કરી બતાવે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dhabudi ma, Dhabudi Maa, Dhanji Aud, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन