Chardham Yatra: ચારધામ યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો શુ આવ્યો નવો નિયમ?
Chardham Yatra: ચારધામ યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો શુ આવ્યો નવો નિયમ?
હવે અમરનાથ યાત્રા (Amarnath Yatra) જ નહી પરંતુ ચારધામ યાત્રાએ જતાં 50 વર્ષની ઉંમરના વ્યકિતઓએ બોડી ચેકઅપ કરાવી ફિટનેશ સર્ટિફિકેટ આપવું પડશે.
ચારધામ યાત્રામાં લોકોનો ભારે ધસારો છે. રજિસ્ટ્રેશન કરાવીને જવાનો નિયમ છે તેમ છતાં પણ રજિસ્ટ્રેશન કર્યા વગર લોકો પહોંચી રહ્યા છે. જેના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. હેલિકોપ્ટરની ટિકિટ હોવા છતાં ટ્રાફિકના કારણે હેલિપેડ પહોંચી શકતા નથી.
ઉનાળુ વેકેશન અને કોરોના કંટ્રોલમાં આવી જવાના કારણે પ્રવાસન સ્થળો (tourist places) પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ચારધામ યાત્રાએ જવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પરંતુ ચારધામ યાત્રા (Chardham Yatra)એ જતા વૃદ્ધો માટે નવો નિયમ આવ્યો છે. હવે અમરનાથ યાત્રા (Amarnath Yatra) જ નહી પરંતુ ચારધામ યાત્રાએ જતાં 50 વર્ષની ઉંમરના વ્યકિતઓએ બોડી ચેકઅપ કરાવી ફિટનેશ સર્ટિફિકેટ આપવું પડશે.
ગુજરાતમાંથી ચાર ધામ યાત્રાએ જનારાઓની સંખ્યા વધુ હોય છે, દર વર્ષે ગુજરાતમાંથી 10-12 હજાર જેટલા લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. પરંતુ દર વર્ષ કરતા ચાલુ વર્ષે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભારે ભીડ વચ્ચે બોડી ચેક અપ કરાવવામાં પણ લાંબી કતારો પણ જોવા મળી રહી છે.
ચારધામ યાત્રામાં લોકોનો ભારે ધસારો છે. રજિસ્ટ્રેશન કરાવીને જવાનો નિયમ છે તેમ છતાં પણ રજિસ્ટ્રેશન કર્યા વગર લોકો પહોંચી રહ્યા છે. જેના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. હેલિકોપ્ટરની ટિકિટ હોવા છતાં ટ્રાફિકના કારણે હેલિપેડ પહોંચી શકતા નથી. તેથી હવે સરકાર એક્શનમાં આવી છે. અને હવે રજિસ્ટ્રેશન હશે તેને જ હરિદ્વારથી આગળ જવા પરમિશન આપવામાં આવે છે. ભારે ભીડના કારણે રૂમ પણ મળતા નથી, ગાડીઓના ભાડા ડબલ થયા છે. જેના કારણે ચાર ધામ યાત્રા મોંઘી બની રહી છે.
ટુર ઓપરેટર આલાપ મોદીએ જણાવ્યું છે કે, ચારધામ યાત્રામાં ભારે ભીડ જોવા મળી રહી છે યાત્રા શરૂ થઈ ત્યાંથી અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકોએ દર્શન કરી લીધા છે. રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પણ લોકો પહોંચી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક થઈ રહ્યું છે. હવે રજિસ્ટ્રેશન હશે તેને જ હરિદ્વારથી આગળ જવા માટે પરમિશન આપવામાં આવશે સાથે 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને બોડી ચેક પણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે કેદારનાથમાં 50 થી 60 વૃદ્ધોનું હેલ્થ ઇસ્યુ થયા હતા. ઉપર ગયા બાદ હેલ્થ ઇશ્યુ થાય તો નીચે લાવવા મુશ્કેલી થઈ રહી છે. જેના કારણે બોડી ચેક અપ કર્યા બાદ જવા દેવામાં આવી રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર