Home /News /gujarat /

News18 reality check: અમદાવાદમાં Omicronનો નથી કોઇને ડર? લોકો કહે છે, 'રાજકીય મેળાવળા બંધ કરો તો માસ્ક પહેરીશું'

News18 reality check: અમદાવાદમાં Omicronનો નથી કોઇને ડર? લોકો કહે છે, 'રાજકીય મેળાવળા બંધ કરો તો માસ્ક પહેરીશું'

અમદાવાદની તસવીર

Ahmedabad News: કોરોના બાદ હવે ઓમિક્રોન વાયરસને (Omicron virus) પગલે તંત્ર દ્વારા તૈયારીઓ શુરૂ થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદમાં દરેક સ્થળે લોકો બિન્દાસ નજરે પડી રહ્યા છે.

અમદાવાદ: શહેરના (Ahmedabad) અનેક વિસ્તારમાં માસ્ક વગર લોકોની એવી ભીડ (crowd in Ahmedabad without mask) જોવા મળી જાણે કે, વિસ્તારમાં કોરોનાને આમંત્રણ આપવા બધા નીકળ્યા હોય. શહેરમાં એક તરફ ઓમિક્રોન વાયરસને કારણે આરોગ્ય તંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરીને બેઠું છે. ત્યાં શહેરના લોકો બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. કોરોના બાદ હવે ઓમિક્રોન વાયરસને (Omicron virus) પગલે તંત્ર દ્વારા તૈયારીઓ શુરૂ થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદમાં દરેક સ્થળે લોકો બિન્દાસ નજરે પડી રહ્યા છે.

કાલુપુરમાં માસ્ક વગર બિન્દાસ ફરી રહ્યા છે લોકો

સૌથી પહેલા આપણે અમદાવાદના કાલુપુર વિસ્તારની વાત કરીએ. કાલુપુર વિસ્તારમાં સમજણનો અભાવ છે. લોકો માસ્ક તથા અન્ય નિયમોનો ભંગ કરીને ફરી રહ્યા છે. કાલુપુર શાક માર્કેટમાં પણ લોકો બેફામ બનીને માસ્ક અને અન્ય નિયમોના ભંગ કરતા જોવા મળ્યા છે, જેને લઇને શાક માર્કેટ ફરીથી સુપર સ્પ્રેડર બને એવી સંભાવના છે. કંઈ કેટલાય લોકોએ ન્યુઝ૧૮ ગુજરાતીને એવા બહાના જણાવ્યા જે તમે ક્યારેય સાંભળ્યા નહિ હોય. ન્યુઝ18 ગુજરાતીના સંવાદદાતાએ જ્યારે લોકો સાથે વાત કરી ત્યારે લોકો એ જાત જાતના બહાના બતાવીને સરકારના વાંક કાઢ્યા. શાકભાજી લેવા આવેલા સરલાબેને કહ્યું કે, માસ્ક પાકિટમાં છે, પૈસા લેતા મૂકી દીધું પછી ભૂલી ગઈ. તો રસીલાબેને કહ્યું કે, એમાં શું આ સાડીનો છેડો ઢાંકી લેવાનો.

અમદાવાદની તસવીર


તો આ અંગે ખૂબ જ ગંભીર બનીને માસ્ક પહેરીને આવેલા રાકેશ ભાઈએ કહ્યું કે, મારે તમને કહેવું છે કે, માસ્ક ના પહેરતા લોકો સભાન નથી આ કોરોના હજુ ગયો નથી, પાછું બધું ઉભુ થશે અને હોસ્પિટલમાં જગ્યા નહિ મળે. પણ તમે સરકારને કાંઈક કહો ને. આ પેલા પોલીસ દંડ કરતી હતી એ થાય અને સરકાર ગંભીર બનીને રાજકિય રેલી બંધ કરી દે. સરકારી કાર્યક્રમો ના થાય અને બધાને ખબર છે કે, ચૂંટણી આવવાની છે એટલે હજી સુધી કેસ આવ્યા તોય સરકાર કાંઈ નથી કહેતી. તો આ અંગે શાકભાજીના વિક્રેતાએ જણાવ્યું કે, બધું ઠીક પણ મને તો કોરોના નહિ થાય આખો દિવસ કામ કરે રાખ્યે કોરોના ક્યાંથી થાય.

શોભના ગાંઠિયા બનેલા સિક્યોરિટી ગાર્ડ 

શાક માર્કેટમાં પ્રવેશતા સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ માટે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ નામનું જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને સેનિટાઈઝર માટે દેખાડવા માટે જ મૂકવામાં આવ્યું છે. બહારથી માસ્ક વિના માર્કેટમાં કોઈ વ્યક્તિ આવે તો તેને માસ્ક પહેરવા અંગે કહેવામાં પણ આવતું નથી. માર્કેટમાં તમામ નિયમોના પાલન માટે પ્રાઇવેટ માણસો રાખવામાં આવ્યા છે, જે માત્ર માર્કેટના પ્રવેશદ્વાર પર જ ઊભા રહ્યા છે. આ માટે બાઉન્સરને પગાર પણ આપવામાં આવે છે પરંતુ બધું નકામું હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદની તસવીર


 લાલ દરવાજા વિસ્તારમાં લીલા લહેર

અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં પણ ન્યુઝ18 ગુજરાતી એ રિયાલિટી ચેક કર્યું પહેલા તો એવું લાગતું હતું કે બુધવાર છે એટલે આજે બરોબર ભીડ નહિ મળે. પરંતુ, બુધવાર હોય રવિવાર હોય કે સોમવાર, લાલ દરવાજામાં ખરીદીની બારેમાસ ભીડ હોય એ વાત અલગ છે. રજાના દિવસ એટલે રવિવારે સૌથી વધારે ભીડ જોવા મળે છે. અહી મોટું માર્કેટ હોવા છતાં પોલીસ શાંત છે. પોલીસની ગાડી બજારની વચોવચ ઉભી છે પરંતુ લોકો માસ્ક માટે રોકી નથી રહી કે, પછી સમજાવી નથી રહી. તંત્ર અને સરકારી બાબુઓના આદેશ કે પરિપત્રની રાહ જોતી પોલીસ પણ નિષ્ક્રિય છે. કારણ કે, સામે પબ્લિક પૂછે છે કે, સરકાર પોતે રેલી કાઢે છે તો અમને કેમ દંડે છે.

આ પણ વાંચો - Omicron Variant: ઓમિક્રોન વિશે ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ, ખતરનાક છે કે નહિ

વેપારીઓ ભાન ભૂલીને માસ્ક વિના નજરે પડ્યા. કાલુપુર શાક માર્કેટમાં અનેક શાકભાજીની દુકાનો આવેલી છે, જ્યાંથી અમદાવાદમાં અનેક જગ્યાએથી લોકો ખરીદી કરવા આવે છે. માર્કેટમાં ગ્રાહકો ખરીદી કરતી વખતે કોરોનાને ભૂલી જાય છે એવું લાગી રહ્યું છે. લાલદરવાજા પણ એ જ હાલ છે મોટા ભાગના લોકો માસ્ક વિના જ ખરીદી કરતા નજરે પડ્યા હતા અને વેપારીઓ પણ ભાન ભૂલીને માસ્ક વિના નજરે પડ્યા હતા. શાક માર્કેટ અને લાલ દરવાજા માર્કેટમાં જાણે કે શાકની સાથે કોરોના પણ વેચાતો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ત્યાં સુધી વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

 વેપારીઓની ભૂલનું પરિણામ લોકો ભોગવશે?

ગત વર્ષે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે સૌથી વધુ કેસ કોટ વિસ્તારના કાલુપુર અને દરિયાપુરમાં હતા, જે શાક માર્કેટની ખૂબ નજીકના જ હતા. ત્યારે હવે ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકોની તથા વેપારીઓની ભૂલનું પરિણામ લોકોએ ભોગવવું પડે એવી શક્યતા છે. જેને લઇને તંત્ર ચિંતામાં પડ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ: POCSOના આરોપીને પીડિતાના સોગંદનામાના કારણે bail મળ્યા, કોર્ટમાં થઈ આવી દલીલો

 મોટાભાગના લોકો ઓમિક્રોન વેરિઅન્ટની માહિતીથી જ અજાણ

જામનગર શહેરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાતા જામનગરથી લઈ ગાંધીનગર અને ગાંધીનગરથી લઈ દિલ્લી સુધી આ કેસની નોંધ લેવામા આવી છે. એક કેસને લઈ સરકારી તંત્રમાં દોડધામ મચી છે. પરંતુ, આજે રિયાલિટી ચેક દરમિયાન મોટાભાગના લોકો તો ઓમિક્રોન વેરિઅન્ટની માહિતી જ અજાણ જોવા મળ્યા હતા.

સરકારની સાથે લોકો પણ ગંભીર બને તે જરુરી ઓમિક્રોન વેરિઅન્ટને લઈ સરકાર દ્વારા કડક આદેશો કરવામા આવ્યા છે.ત્યારે જરુરી છે કે, સ્થાનિક તંત્ર દ્વારા આ આદેશોનું કડક પાલન પણ કરવામા આવે. સરકારની સાથે શહેરીજનો પણ જાગૃત બને અને કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકવા માટે જરુરી ગાઈડલાઈન્સનું પાલન કરે તે જરુરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Omicron, Omicron in Gujarat, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन